IND vs ENG: પ્રથમ વનડેમાં ભારતીય ટીમની ભવ્ય જીત, ઇંગ્લેન્ડનો પરાજય
IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ODI શ્રેણીની પહેલી મેચ નાગપુરમાં રમાઈ. આ મેચમા

IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ODI શ્રેણીની પહેલી મેચ નાગપુરમાં રમાઈ. આ મેચમાં ઇંગ્લેન્ડે ભારતીય ટીમને જીતવા માટે 249 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પ્રથમ વનડેમાં ભારતીય ટીમની ભવ્ય જીત થઇ છે. રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે 3 મેચની ODI શ્રેણીમાં શાનદાર શરૂઆત કરી હતી. બંને ટીમો વચ્ચે પહેલી મેચ ગુરુવારે (6 ફેબ્રુઆરી) ના રોજ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચ માત્ર 38.4 ઓવરમાં 4 વિકેટે જીતી લીધી.
શુભમન ગિલ, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, હર્ષિત રાણા અને રવિન્દ્ર જાડેજાએ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. ગિલ, શ્રેયસ અને અક્ષરે અડધી સદી ફટકારી. જ્યારે બોલિંગમાં હર્ષિત અને જાડેજાએ 3-3 વિકેટ લીધી હતી.
યશસ્વી-હર્શિતનું વનડે ડેબ્યૂ, વિરાટ આઉટ
નાગપુર મેચ દરમિયાન ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ અને ફાસ્ટ બોલર હર્ષિત રાણાને વનડે ડેબ્યૂ કરવાની તક મળી છે. રોહિત શર્માએ યશસ્વીને કેપ આપી હતી, જ્યારે મોહમ્મદ શમીએ હર્ષિત રાણાને કેપ આપી હતી. ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી જમણા ઘૂંટણમાં દુખાવાના કારણે આ મેચનો ભાગ બની શક્યો ન હતો. વિરાટ કોહલીના જમણા ઘૂંટણ પર પાટો બાંધેલો હતો. ટીમ સાથે પ્રેક્ટિસ સત્રમાં જોડાતી વખતે કોહલી સાવધાનીપૂર્વક ચાલતો જોવા મળ્યો.
જાડેજાએ 600 આંતરરાષ્ટ્રીય વિકેટ પૂરી કરી
અ મેચમાં રવીન્દ્ર જાડેજાએ 9 ઓવરમાં માત્ર 26 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન તેણે રૂટ, જેકેબ બેથમ અને આદિલ રાશિદને પવેલિયનભેગા કરી દીધા હતા. 3 વિકેટ ઝડપીને જાડેજાએ પોતાની 600 આંતરરાષ્ટ્રીય વિકેટ પૂરી કરી હતી. આ સાથે જ જાડેજા 600થી વધુ વિકેટ ઝડપનાર છઠ્ઠો ભારતીય બોલર બની ગયો હતો.
જાડેજાએ વનડે ક્રિકેટમાં જો રૂટને 12મી વખત આઉટ કર્યો
ઇંગ્લેન્ડના સ્ટાર બોલર જો રૂટની લાંબા સમય બાદ વનડે ટીમમાં વાપસી થઇ હતી. પરંતુ મેચમાં રૂટ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. આ મેચમાં રૂટ 31 બોલમાં માત્ર 19 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. જાડેજાએ વનડે ક્રિકેટમાં જો રૂટને 12મી વખત આઉટ કર્યો હતો. આ સિવાય ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને જાડેજા 11મી વખત વનડે ક્રિકેટમાં આઉટ કરી ચૂક્યો છે. ભારત તરફથી શાનદાર બોલિંગ કરતા હર્ષિત રાણાએ ત્રણ વિકેટ ઝડપી હતી.
ભારતનો પ્લેઇંગ-11: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શ્રેયસ ઐયર, શુભમન ગિલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી.
ઇંગ્લેન્ડની પ્લેઇંગ-11: બેન ડકેટ, ફિલ સોલ્ટ (વિકેટકીપર), જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જેકબ બેથેલ, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, સાકિબ મહમૂદ.
ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે તેના હોમ ગ્રાઉન્ડ પર કુલ 10 દ્વિપક્ષીય ODI શ્રેણી રમી છે. આમાં, ભારતીય ટીમે 7 શ્રેણી જીતી હતી, જ્યારે ઇંગ્લેન્ડ ફક્ત એક જ શ્રેણી જીતી શક્યું હતું. જ્યારે 2 શ્રેણી ડ્રો રહી હતી. ડિસેમ્બર ૧૯૮૪માં ઈંગ્લેન્ડે ભારતીય ધરતી પર વનડે શ્રેણી જીતી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાનો 5 મેચની શ્રેણીમાં 4-1થી પરાજય થયો. ત્યારથી, ભારતીય ટીમે ઘરઆંગણે ઇંગ્લેન્ડ સામે એક પણ ODI શ્રેણી હાર્યું નથી.
ભારતમાં ODI શ્રેણીમાં ઇંગ્લેન્ડનું પ્રદર્શન
કુલ ODI શ્રેણી: ૧૦
ભારત જીત્યું: ૭
ઇંગ્લેન્ડ જીત્યું: ૧
ડ્રો: 2
ભારત-ઇંગ્લેન્ડ ODI શ્રેણીમાં H2H
કુલ ODI શ્રેણી: 20
ભારત જીત્યું: ૧૧
ઇંગ્લેન્ડ જીત્યું: 7
ડ્રો: 2
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની વનડે શ્રેણીનો સમયપત્રક
પહેલી વનડે - ૬ ફેબ્રુઆરી - નાગપુર
બીજી વનડે - ૯ ફેબ્રુઆરી - કટક
ત્રીજી વનડે - ૧૨ ફેબ્રુઆરી - અમદાવાદ








