મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs AUS: પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 180 રનના સ્કોર પર ઓલઆઉટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ એડિલેડમાં રમાઈ રહી છે. IND vs

IND vs AUS: પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 180 રનના સ્કોર પર ઓલઆઉટ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ એડિલેડમાં રમાઈ રહી છે. IND vs AUS બીજી એડિલેડ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયા 180 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત માટે નીતિશ રેડ્ડીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 54 બોલનો સામનો કરીને 42 રન બનાવ્યા હતા. શુભમન ગિલે 31 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે કેએલ રાહુલ 37 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.

ઓસ્ટ્રેલિયા માટે મિચેલ સ્ટાર્કે ઘાતક બોલિંગ કરી હતી. તેણે 6 વિકેટ લીધી હતી. પેટ કમિન્સ અને સ્કોટ બોલેન્ડે 2-2 વિકેટ લીધી છે.

ભારત માટે નીતિશ રેડ્ડીનું જોરદાર પ્રદર્શન

નીતીશ રેડ્ડી ટીમ ઈન્ડિયા માટે વિસ્ફોટક બેટિંગ કરી રહ્યા છે. તેણે બોલેન્ડની ઓવરમાં બે સિક્સર અને એક ફોર ફટકારી હતી. 

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન

ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લેબુશેન, સ્ટીવન સ્મિથ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ (c), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.

ભારતની પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), નીતિશ રેડ્ડી, રવિચંદ્રન અશ્વિન, હર્ષિત રાણા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

આ સમાચાર શેર કરો