મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs AUS PM-XI / ભારતે જીત્યો ટોસ, ઓસ્ટ્રેલિયા પ્રથમ બેટિંગ કરશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ 6 ડિસેમ્બરથી એડિલેડના મેદાન પર રમાશે, જે પિંક બોલ ટેસ્

IND vs AUS PM-XI / ભારતે જીત્યો ટોસ, ઓસ્ટ્રેલિયા પ્રથમ બેટિંગ કરશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ 6 ડિસેમ્બરથી એડિલેડના મેદાન પર રમાશે, જે પિંક બોલ ટેસ્ટ હશે. આની તૈયારી માટે ટીમ ઈન્ડિયાએ 30 નવેમ્બરથી ઓસ્ટ્રેલિયાની પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામે બે દિવસીય પ્રેક્ટિસ મેચ રમવાની હતી, પરંતુ વરસાદના કારણે પહેલો દિવસ ટોસ વગર જ રદ્દ કરવો પડ્યો હતો, પરંતુ આજે બીજા દિવસે ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. આ 50-50 ઓવરની મેચ છે.

આ પણ વાંચો: IND vs AUS / એડિલેડ ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયાને લાગ્યો મોટો ઝટકો, ડે-નાઈટ મેચમાંથી બહાર થયો આ ફાસ્ટ બોલર

બધાની નજર રોહિત શર્મા પર રહેશે

ભારતીય ટીમનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે પર્થ ટેસ્ટ નહતો રમ્યો, પરંતુ આ પ્રેક્ટિસ મેચમાં તેના રમવાની પૂરી શક્યતા છે. આવી સ્થિતિમાં હિટમેનનું બેટ કેવું ચાલશે તે જોવા માટે ફેન્સની નજર તેના પર રહેશે. ફેન્સ રોહિત પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા રાખશે.

આ સમાચાર શેર કરો