મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs AUS / બોક્સિંગ ડે ટેસ્ટના ચોથા દિવસની રમત સમાપ્ત, ઓસ્ટ્રેલિયા 333 રનથી આગળ

મેલબર્ન સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચના ચોથા દિવસે ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ

IND vs AUS / બોક્સિંગ ડે ટેસ્ટના ચોથા દિવસની રમત સમાપ્ત, ઓસ્ટ્રેલિયા 333 રનથી આગળ

મેલબર્ન સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચના ચોથા દિવસે ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા. જેમાં દિવસના અંતે ઓસ્ટ્રેલિયન ટીમની મજબૂત સ્થિતિમાં હતી. સીવના અંત સુધી યજમાન ટીમે તેની બીજી ઈનિંગમાં 9 વિકેટના નુકસાન પર 228 રન બનાવ્યા હતા અને તેની લીડ વધીને 333 રન થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં 5મા દિવસની રમત રોમાંચક હશે.

આ પણ વાંચો: જસપ્રીત બુમરાહે ટેસ્ટમાં પૂરી કરી વિકેટની બેવડી સદી, એક સાથે તોડ્યા અનેક રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોન 41 રને અને સ્કોટ બોલેન્ડ 10 રને અણનમ પરત ફર્યા હતા. આ પહેલા માર્નસ લાબુશેને 70 રન અને પેટ કમિન્સે 41 રનની ઈનિંગ રમી હતી. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 4 અને મોહમ્મદ સિરાજે 3 વિકેટ ઝડપી હતી.

આ સમાચાર શેર કરો