IND vs AUS / ચોથા દિવસની રમત સમાપ્ત, બુમરાહ-આકાશદીપે ટાળ્યું ફોલોઓન, ડ્રો તરફ ગાબા ટેસ્ટ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ભારતે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઈનિંગમાં 445નો જંગી સ્કોર ઉભો કર્યો હતો. હવે ગાબા ટેસ્ટમાં ચોથા દિવસની રમત સમાપ્ત થઈ ગઈ છે. જસપ્રીત બુમરાહ અને આકાશદીપે 10મી વિકેટ માટે 39 રનની પાર્ટનરશિપ કરી હતી. બંનેએ અદ્ભુત હિંમત બતાવી અને ફોલોઓન ટાળ્યું. ભારતની 9મી વિકેટ પડી ત્યારે ટીમ ઈન્ડિયાને ફોલોઓન બચાવવા 33 રનની જરૂર હતી. ભારતનો સ્કોર હવે 9 વિકેટે 252 રન છે. ભારતીય ટીમ હવે ઓસ્ટ્રેલિયાથી 193 રન પાછળ છે. આકાશદીપ 27 અને બુમરાહ 10 રન બનાવીને અણનમ છે.
આ પણ વાંચો: IND vs AUS / તો શું ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છે રોહિત શર્મા? ફેન્સને દેખાઈ રહ્યા છે સંકેતો
જસપ્રીત બુમરાહ અને આકાશદીપ, આ એવા નામ છે જેને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ અને તેના ફેન્સ વર્ષો સુધી ભૂલી શકશે નહીં. આ બંને બોલરોએ બેટ વડે કંઈક એવું કર્યું જે દુનિયા વર્ષો સુધી યાદ રાખશે. ત્રણ વર્ષ પહેલા રિષભ પંતે ગાબામાં કાંગારૂઓનો ઘમંડ તોડ્યો હતો. આજે બુમરાહ અને આકાશદીપે તેનું મનોબળ તોડી નાખ્યું છે.
બંને ખેલાડીઓએ ફોલોઓન ટાળ્યું
બન્યું એવું કે ગાબા ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના 445 રનના જવાબમાં ભારતે 213 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ભારતને ફોલોઓન ટાળવા માટે 33 રનની જરૂર હતી. ઓસ્ટ્રેલિયન બોલરો શાનદાર બોલિંગ કરી રહ્યા હતા. તેમ છતાં, બુમરાહ અને આકાશદીપ તેમની સામે અડગ રહ્યા અને અશક્ય લાગતા કામને શક્ય બનાવ્યું. ચોથા દિવસે 54 બોલમાં 39 રનની પાર્ટનરશિપ કરીને બંનેએ માત્ર ફોલોઓન જ નથી ટાળ્યું, પરંતુ ભારતની હારને લગભગ ટાળી દીધી.
પેટ કમિન્સ અને મિચેલ સ્ટાર્કે બુમરાહ અને આકાશદીપ સામે તેમના તમામ હથિયારો અજમાવ્યા, પરંતુ તેમાંથી કોઈ પણ આ બંને સામે કામ ન આવ્યા. ઓસ્ટ્રેલિયન કેપ્ટને નાથન લિયોન પાસે પણ બોલિંગ કરાવી, પરંતુ તે પણ વિકેટ ન લઈ શક્યો.






