VIDEO: IND vs AFG / આજે કેટલા વાગ્યે શરૂ થશે પ્રથમ ODI મેચ? જાણો ફ્રીમાં કેવી રીતે જોઈ શકશો લાઈવ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ODI સિરીઝની પહેલી મેચ આજે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. વિરાટ કોહલીની ગેરહાજરીએ સિરીઝને ચોક્કસપણે ઝાંખી પાડી દીધી છે, પરંતુ રોહિત શર્માની વાપસીથી ફેન્સ ખુશ છે. કોહલી અને રોહિત શર્મા બંને IPL 2026 દરમિયાન ઈજાઓથી પીડાતા હતા. કિંગ કોહલીને ફાઈનલ દરમિયાન ઈજા થઈ હતી, જેના કારણે તે સમયસર સ્વસ્થ થઈ નહતો શક્યો. રોહિત શર્માને પણ IPL દરમિયાન ઈજા થઈ હતી, પરંતુ તેણે સમયસર પોતાની ફિટનેસ પાછી મેળવી લીધી છે અને આજની મેચ માટે ઉપલબ્ધ છે. જેની ફિટનેસ પર પ્રશ્નાર્થ હતો તે ત્રીજો ખેલાડી હાર્દિક પંડ્યા છે, જે પણ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. BCCIએ હજુ સુધી તેના રિપ્લેસમેન્ટની જાહેરાત નથી કરી.
પ્રથમ ODI ક્યારે રમાશે?
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પહેલી ODI આજે, શનિવાર, 13 જૂને રમાશે.
પ્રથમ ODI ક્યાં રમાશે?
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પહેલી ODI મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે.
કેટલા વાગ્યે શરૂ થશે?
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પહેલી ODI મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે, જેમાં બંને કેપ્ટન અડધો કલાક પહેલા બપોરે 1:00 વાગ્યે ટોસ માટે મેદાનમાં ઉતરશે.
ટીવી પર લાઈવ કેવી રીતે જોવી?
તમે વિવિધ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા ટીવી પર ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પહેલી ODI જોઈ શકો છો.
લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં થશે?
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પહેલી ODI મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Jio Hotstarની એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.
મેચ ફ્રીમાં કેવી રીતે જોવી?
DD સ્પોર્ટ્સ 13 જૂને રમાનારી પહેલી ODI સહિત ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચનું લાઈવ પ્રસારણ કરી રહ્યું છે. આ સિરીઝ DD સ્પોર્ટ્સ ચેનલ પર બધા સ્ટાન્ડર્ડ ટેલિવિઝન નેટવર્ક પર અને DD ફ્રી ડિશ પર લાઈવ ઉપલબ્ધ છે.
ODI સિરીઝ માટે બંને ટીમો
ભારત: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા, પ્રિન્સ યાદવ, ગુરનુર બરાર, હર્ષ દુબે.
અફઘાનિસ્તાન: હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), રહેમાતુલ્લાહ ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, સેદીકુલ્લાહ અટલ, દરવિશ રસૂલી, રહમત શાહ, ઇકરામ અલીખિલ, મોહમ્મદ નબી, અઝમતુલ્લા ઉમરઝઈ, રાશીદ ખાન, નાંગ્યાલ ખારોતાઈ, એએમ ગઝનફર, ઝિયા ઉર રહેમાન શરીફી, ફરીદ મલિક, બિલાલ સામી.

