મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IND vs NZ / રોહિત શર્મા આજે ટોસ હાર્યો તો બનાવશે શરમજનક રેકોર્ડ, બ્રાયન લારાની કરશે બરાબરી

રોહિત શર્મા અને કંપની ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં પોતાની તાકાત બતાવવા માટે તૈય

IND vs NZ / રોહિત શર્મા આજે ટોસ હાર્યો તો બનાવશે શરમજનક રેકોર્ડ, બ્રાયન લારાની કરશે બરાબરી

રોહિત શર્મા અને કંપની ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં પોતાની તાકાત બતાવવા માટે તૈયાર છે. ટીમ ઈન્ડિયાનો સામનો ન્યુઝીલેન્ડ સામે થશે. આજે, 9 માર્ચે, જ્યારે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા દુબઈમાં ટોસ માટે મેદાનમાં આવશે, ત્યારે ફેન્સ પ્રાર્થના કરશે કે સિક્કો ભારતના પક્ષમાં પડે. રોહિત શર્મા સતત ટોસ હારી રહ્યો છે. તેનું નામ વનડેમાં સતત સૌથી વધુ ટોસ હારનારા ટોપ  3 કેપ્ટનોમાં આવી ગયું છે. રોહિત સતત 11 વનડે મેચોમાં ટોસ હારી ગયો છે. જો તે ફાઈનલમાં ટોસ નહીં જીતે તો તે વનડેમાં સતત સૌથી વધુ ટોસ હારનાર કેપ્ટન બની જશે અને બ્રાયન લારાની બરાબરી કરશે. લારાના નામે વનડેમાં સતત સૌથી વધુ ટોસ હારવાનો શરમજનક રેકોર્ડ છે.

વનડેમાં સતત સૌથી વધુ ટોસ હારનારા કેપ્ટનો

  • 12 - બ્રાયન લારા
  • 11 - પીટર બોરેન
  • 11 - રોહિત શર્મા

રોહિત શર્મા માટે ટોસ જીતવો મહત્ત્વપૂર્ણ રહેશે

રોહિત શર્મા માટે ફાઈનલમાં ટોસ જીતવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે કારણ કે દુબઈમાં ટોસ મોટો ફરક લાવી શકે છે. દુબઈના મેદાન પર અત્યાર સુધીમાં 62 ODI મેચ રમાઈ છે. અહીં ટાર્ગેટ ચેઝ કરતી ટીમને પહેલા બેટિંગ કરતી ટીમ કરતાં વધુ સફળતા મળી છે. દુબઈમાં, પહેલા બેટિંગ કરનારી ટીમ 23 વખત જીતી છે જ્યારે ટાર્ગેટ ચેઝ કરતી ટીમ 37 મેચ જીતી છે. જ્યારે એક મેચ અનિર્ણિત રહી અને એક ટાઈ રહી છે.

ફાઈનલ મેચની વિગતો

  • તારીખ: 9 માર્ચ, 2025
  • દિવસ: રવિવાર
  • સમય: બપોરે 2:30 વાગ્યે (ભારતીય સમય)
  • સ્થળ: દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ, દુબઈ
  • લાઈવ ટેલિકાસ્ટ: સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક
  • લાઈવ સ્ટ્રીમિંગ: જિયોહોટસ્ટાર

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે બંને ટીમોની સ્કવોડ

ભારત

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી.

ન્યુઝીલેન્ડ

વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરિલ મિચેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, કાઈલ જેમીસન, વિલિયમ ઓ'રુર્ક, જેકબ ડફી, ડેવોન કોનવે, માર્ક ચેપમેન, નાથન સ્મિથ.

આ સમાચાર શેર કરો