મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

વરસાદને કારણે IPLની ફાઈનલ મેચ રદ્દ થઈ જશે તો કઈ ટીમ બનશે ચેમ્પિયન, શું છે નિયમ?

IPL 2024ની ફાઈનલ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાવાની છ

વરસાદને કારણે IPLની ફાઈનલ મેચ રદ્દ થઈ જશે તો કઈ ટીમ બનશે ચેમ્પિયન, શું છે નિયમ?

IPL 2024ની ફાઈનલ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાવાની છે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાશે. બંને ટીમો વચ્ચે આ મેચ 26મી મે એટલે કે આજે રમાશે. આ મેચ માટે બંને ટીમો સંપૂર્ણ રીતે તૈયાર છે. આ સિઝનમાં બંનેનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું અને લીગ તબક્કા બાદ બંને ટીમો અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને રહી હતી. આ સિઝનમાં બંને ટીમના ખેલાડીઓએ ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં ફેન્સ રોમાંચક મેચની અપેક્ષા રાખી રહ્યા છે. આ મેચમાં વરસાદ ભૂમિકા ભજવી શકે છે. 

રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની IPL ફાઈનલ પહેલા વરસાદે કોલકાતા નાઈટ રાઈડર્સના અંતિમ પ્રેક્ટિસ સેશનમાં વિક્ષેપ પાડ્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદને એક દિવસની રજા મળી હતી, જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે સાંજે ફ્લડલાઈટ નીચે પ્રેક્ટિસ કરી હતી. જો કે, ખેલાડીઓએ વોર્મ-અપ શરૂ કર્યું અને અચનાક વરસાદ શરૂ થઈ ગયો તેથી તેમને અંદર જવાની ફરજ પડી. 

ચેન્નાઈમાં હવામાનની સ્થિતિ કેવી રહેશે?

જો આપણે IPL 2024ની ફાઈનલ મેચ પહેલા ચેન્નાઈના હવામાન પર એક નજર કરીએ તો ચેન્નાઈમાં 26મી મેના રોજ સાંજે વાદળછાયું વાતાવરણ રહેશે. તેથી ત્યાં ઝાકળ ઓછી હશે, જેથી ફરી એકવાર કેપ્ટન ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરી શકે છે. તાપમાન 34થી 32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. રિપોર્ટ અનુસાર, ભેજ સાંજે 7 વાગ્યે 61 ટકાથી વધીને 11 વાગ્યે 68 ટકા થશે. દિવસભર વરસાદની 4% શક્યતા છે. જે તદ્દન ઓછી છે. આવી સ્થિતિમાં મેચ દરમિયાન વરસાદ ન પડે તેવી શક્યતા છે. 

IPLની ફાઈનલ વરસાદને કારણે ધોવાઈ જશે તો શું થશે?

IPL ફાઈનલમાં વરસાદના કિસ્સામાં, અનુકૂળ હવામાનની આગાહી સાથે રિઝર્વ ડે નક્કી કરવામાં આવે છે. જો IPL 2024ની ફાઈનલ મેચ વરસાદને કારણે રદ્દ થાય છે, તો મેચનું પરિણામ ડકવર્થ-લુઇસ નિયમનો ઉપયોગ કરીને નક્કી કરવામાં આવશે. જો વરસાદના કારણે મેચ સંપૂર્ણપણે રદ્દ થશે તો તે સોમવારે રમાશે. સોમવારે મેચ જ્યાં રોકાઈ હતી ત્યાંથી શરૂ થશે. જો રિઝર્વ ડે પર પણ વરસાદ ચાલુ રહેશે તો IPL 2024નો વિજેતા પોઈન્ટ્સ ટેબલના આધારે નક્કી કરવામાં આવશે. તે સ્થિતિમાં, પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર રહેલી કોલકાતા નાઈટ રાઈડર્સને વિજેતા જાહેર કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો