Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : ICC women ODI ranking announced Know Smriti and Harmanpreet's rank

ટીમ ઈન્ડિયાની હાર છતાં સ્મૃતિ મંધાનાને ICC રેન્કિંગમાં થયો ફાયદો, કેપ્ટન હરમનપ્રીતે પણ લગાવી છલાંગ

Timeછેલ્લું અપડેટ : 03 Mar 2026
લાઇવ ટીવીGoogle News
ટીમ ઈન્ડિયાની હાર છતાં સ્મૃતિ મંધાનાને ICC રેન્કિંગમાં થયો ફાયદો, કેપ્ટન  હરમનપ્રીતે પણ લગાવી છલાંગ
સોર્સ : GSTV

ICCએ વિમેન્સ ODI રેન્કિંગ જાહેર કર્યું છે, જેમાં ઘણા મોટા ફેરફારો જોવા મળ્યા છે. ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે 0-3થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આમ છતાં, ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌર અને વાઈસ-કેપ્ટન સ્મૃતિ મંધાનાને રેન્કિંગમાં ફાયદો થયો છે. મંધાનાએ સતત રન બનાવ્યા છે અને ટોપ પર પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું છે. કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ ટોપ-10માં ધમાકેદાર એન્ટ્રી મારી છે. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો પણ રેન્કિંગમાં દબદબો જોવા મળ્યો છે.

App Store

સ્મૃતિ મંધાના ICC રેન્કિંગમાં સુધારો

ટીમ ઈન્ડિયાની હાર છતાં સ્મૃતિ મંધાના હવે ICC ODI રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન બની ગઈ છે. અગાઉ આ સ્થાન પર રહેલી લૌરા વોલ્વાર્ટ હવે બીજા સ્થાને પહોંચી ગઈ છે. બેથ મૂની 2 સ્થાનના ફાયદા સાથે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે નિવૃત્ત એલિસા હીલી હવે ચોથા સ્થાને છે. ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌર ચાર સ્થાન ઉપર આવી છે અને 9મા ક્રમે પહોંચી છે. ઓસ્ટ્રેલિયન યુવા બેટ્સમેન ફોબી લિચફિલ્ડ પાંચ સ્થાન ઉપર આવીને 7મા ક્રમે પહોંચી ગઈ છે. આ દરમિયાન ભારતીય સ્ટાર જેમિમા રોડ્રિગ્સને ત્રણ સ્થાનનું નુકસાન થયું છે, જેના કારણે તે ટોપ -0માંથી બહાર નીકળીને 12મા ક્રમે આવી ગઈ છે.

બોલિંગ રેન્કિંગમાં ભારતીય સ્ટાર ખેલાડીને થયું નુકસાન

બોલિંગ રેન્કિંગની વાત કરીએ તો, ટીમ ઈન્ડિયાની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્માને મોટું નુકસાન થયું છે. તે પાંચ સ્થાન નીચે ઉતરીને 10મા ક્રમે પહોંચી ગઈ છે. એલાના કિંગ હવે નંબર-1 પર છે, જ્યારે સોફી એક્લેસ્ટોન હવે બીજા સ્થાને પહોંચી ગઈ છે. રેણુકા સિંહ ઠાકુરે પણ રેન્કિંગમાં એક સ્થાન ગુમાવ્યું છે. દીપ્તિ શર્મા ઓલરાઉન્ડર રેન્કિંગમાં પણ એક સ્થાન નીચે ઉતરીને 5મા ક્રમે પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયાની એશ્લે ગાર્ડનર પ્રથમ સ્થાને યથાવત છે.