મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ICC T20 વર્લ્ડકપ 2024: ટુર્નામેન્ટના ઓફિશિયલ સોંગમાં ગ્રેમી એવોર્ડ વિનર સીન પાલ અને કેસ મચાવશે ધમાલ

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની આગેવાનીમાં જૂનમાં યોજાનાર ICC પુરુષ T20 વર્લ્ડકપના ઓફિશિયલ સોંગમાં ગ્રેમી એવોર્ડ વિનર સીન પાલ

ICC T20 વર્લ્ડકપ 2024: ટુર્નામેન્ટના ઓફિશિયલ સોંગમાં ગ્રેમી એવોર્ડ વિનર સીન પાલ અને કેસ મચાવશે ધમાલ

અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની આગેવાનીમાં જૂનમાં યોજાનાર ICC પુરુષ T20 વર્લ્ડકપના ઓફિશિયલ સોંગમાં ગ્રેમી એવોર્ડ વિનર સીન પાલ અને સોકા સુપર સ્ટાર કેસની જુગલબંધી જોવા મળશે. ICCએ શુક્રવારે તેની જાહેરાત કરી હતી. 1-29 જૂન વચ્ચે આયોજિત થનારી આ ગ્લોબલ ટુર્નામેન્ટમાં 20 આતંરરાષ્ટ્રીય ટીમ હિસ્સો લેશે. ટૂર્નામેન્ટ શરૂ થવામાં હવે માત્ર 50 દિવસ બાકી રહ્યા છે તેથી હવે ઓફિશિયલ સોંગની તૈયારી જોર શોરમાં ચાલી રહી છે.

માઈકલ 'ટાનો' મોન્ટાનો આ ઓફિશિયલ સોંગ બનાવી રહ્યા છે. શુક્રવારે તેનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની શરૂઆત 5 જૂનના રોજ આયર્લેન્ડ સામે કરશે. ત્યારબાદ ભારતીય ટીમ 9 જૂનના રોજ હાઈ-વોલ્ટેજ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે(IND vs PAK)ની રોમાંચક મેચની યજમાની ન્યૂયોર્ક કરશે. 

આગામી T20 વર્લ્ડ કપ માટે ભારતની 15 સભ્યોની ટીમની જાહેરાત એપ્રિલના અંતિમ સપ્તાહમાં કરવામાં આવે તેવી શક્યતા છે. ICCએ ટીમ સબમિટ કરવાની કટ ઓફ તારીખ 1 મે આપી છે. ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમોને 25 મે સુધી તેમની પ્રારંભિક ટીમમાં ખેલાડીઓ બદલવાની તક મળશે.

ભારતીય ટીમનો T20 વર્લ્ડકપ 2024માં કાર્યક્રમ

  • 5 જૂન - ભારત vs આયર્લેન્ડ, ન્યૂયોર્ક
  • 9 જૂન - ભારત vs પાકિસ્તાન, ન્યૂયોર્ક
  • 12 જૂન - ભારત vs અમેરિકા, ન્યૂયોર્ક
  • 15 જૂન – ભારત vs કેનેડા, ફ્લોરિડા

આ સમાચાર શેર કરો