IND W vs ENG W / ICCની મોટી કાર્યવાહી, પ્રતિકા રાવલ અને ઈંગ્લેન્ડની ટીમને ફટકાર્યો દંડ; જાણો શું છે મામલો

ICC એ શુક્રવારે ભારતીય મહિલા ટીમની બેટ્સમેન પ્રતિકા રાવલ અને ઈંગ્લેન્ડની મહિલા ટીમને દંડ ફટકા

IND W vs ENG W / ICCની મોટી કાર્યવાહી, પ્રતિકા રાવલ અને ઈંગ્લેન્ડની ટીમને ફટકાર્યો દંડ; જાણો શું છે મામલો

ICC એ શુક્રવારે ભારતીય મહિલા ટીમની બેટ્સમેન પ્રતિકા રાવલ અને ઈંગ્લેન્ડની મહિલા ટીમને દંડ ફટકાર્યો છે. બુધવારે (16 જુલાઈ) ભારત અને ઈંગ્લેન્ડની મહિલા ટીમો વચ્ચે રમાયેલી મેચમાં થયેલી ભૂલોને કારણે ICC એ આ કાર્યવાહી કરી. તમને જણાવી દઈએ કે, ભારતે આ મેચ 4 વિકેટથી જીતી હતી. બંને ટીમો વચ્ચેની બીજી મેચ શનિવારે લોર્ડ્સમાં રમાશે.

પ્રતિકાને દંડ ફટકારવામાં આવ્યો

ભારતીય બેટ્સમેન પ્રતિકા રાવલને મેચ ફીના 10 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેના ખાતામાં એક ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. ICC એ લેવલ 1 ઉલ્લંઘન માટે આ કાર્યવાહી કરી છે. ભારતની ઈનિંગ દરમિયાન 18મી ઓવરમાં, પ્રતિકાની ઈંગ્લેન્ડની બોલર લોરેન ફિલર સાથે ટકરાઈ હતી. આ ઉપરાંત, આઉટ થયા બાદ તેની સોફી એક્લેસ્ટોન સાથે પણ ટક્કર હતી. ICC એ બંને ઘટનાઓને રમતની ભાવનાનું ઉલ્લંઘન ગણાવી. પ્રતિકાએ આરોપો સ્વીકાર્યા જેના કારણે કોઈ સત્તાવાર સુનાવણીની જરૂર નહતી. 

જાહેરાત

ઈંગ્લેન્ડની ટીમ સામે પણ કાર્યવાહી કરવામાં આવી

આ ઉપરાંત, ICC એ ઈંગ્લેન્ડની મહિલા ટીમને પણ દંડ ફટકાર્યો છે. પ્રથમ મેચ દરમિયાન સ્લો ઓવર રેટને કારણે ICC એ આ ટીમને દંડ ફટકાર્યો છે. ICC આચારસંહિતાના કલમ 2.22 મુજબ, કોઈપણ ટીમને નિર્ધારિત સમયમાં દરેક ઓવર પૂર્ણ ન કરવા બદલ મેચ ફીના પાંચ ટકા દંડ ફટકારવામાં આવે છે. ઈંગ્લેન્ડના ખેલાડીઓને સામૂહિક રીતે પાંચ ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

ભારતે પ્રથમ વનડેમાં ઈંગ્લેન્ડને હરાવ્યું

T20 સિરીઝ જીત્યા બાદ, ODI સિરીઝ જીતવાના ઈરાદા સાથે ઉતરેલી ભારતીય ટીમે પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડને 4 વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા, ઈંગ્લેન્ડની ટીમે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 258 રન બનાવ્યા હતા. જેના જવાબમાં, ભારતીય ટીમે 48.2 ઓવરમાં 6 વિકેટે 262 રન બનાવીને મેચ જીતી લીધી. દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી. આ જીત સાથે, ભારતીય ટીમે ત્રણ મેચની ODI સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે. આ પહેલા ભારતે પાંચ મેચની T20 સિરીઝ 3-2થી જીતી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત