મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

Ind vs Aus: કાંગારુઓના કાંગરા ખેરવ્યા, ફાઈનલમાં એન્ટ્રી માટે ભારતને મળ્યો આ ટાર્ગેટ

India vs Australia: દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પર ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ સેમિફાઇનલમાં ભારત અને ઓસ્ટ્

Ind vs Aus: કાંગારુઓના કાંગરા ખેરવ્યા, ફાઈનલમાં એન્ટ્રી માટે ભારતને મળ્યો આ ટાર્ગેટ

India vs Australia: દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પર ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પ્રથમ સેમિફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો રસાકસીભર્યો રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે 10 વિકેટ ગુમાવી 264 રન બનાવ્યા છે. ટીમ ઈન્ડિયાને જીત માટે 265 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટીમ ઇન્ડિયાએ સતત 14મી વખત ટોસ હાર્યો છે. જો કે, રોહિતની કૅપ્ટનશીપ હેઠળ આ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાએ અત્યારસુધીની તમામ મેચ જીતી છે. સેમિફાઇનલમાં જીત માટે ઓસ્ટ્રેલિયાએ ભારતની જ ફોર્મ્યુલા અપનાવી સ્પિનરને મેદાનમાં ઉતાર્યા છે.

ઓસ્ટ્રેલિયા ઓલઆઉટ

ઓસ્ટ્રેલિયાની ટીમ 49.3 ઓવરમાં જ ઓલઆઉટ થઈ હતી. હાર્દિક પંડ્યાએ એડમ ઝમ્પાને બોલ્ડ કરી ટીમને દસમી વિકેટ અપાવી હતી. ઓસ્ટ્રેલિયાએ 264 રન ફટકારી ટીમ ઈન્ડિયાને જીત માટે 265 રનનો ટાર્ગેટ આપ્યો છે.

મોહમ્મદ શમીએ ત્રીજી વિકેટ ઝડપી

મોહમ્મદ શમીએ પોતાની આક્રમક બોલિંગથી ત્રીજી વિકેટ ઝડપી છે. નાથન એલિસને કેચઆઉટ કરી પેવેલિયન પાછો મોકલ્યો હતો.

એેલેક્સ કેરી 61 રને રનઆઉટ

ઓસ્ટ્રેલિયન ખેલાડી એલેક્સ કેરી ઉમદા બેટિંગ કરી રહ્યો હતો. તેણે 57 બોલમાં 61 રન ફટકાર્યા હતાં. જો કે, 58માં બોલે શ્રેયસ અય્યરે તેને રનઆઉટ કર્યો હતો. આ સાથે ટીમ ઈન્ડિયાને આઠમી સફળતા મળી છે.

ઓસ્ટ્રેલિયાની વિકેટઃ 1-4 (કૂપર કોનલી, 2.6 ઓવર), 2-54 (ટ્રેવિસ હેડ, 8.2 ઓવર), 3-110 (માર્નસ લાબુશેન, 22.3 ઓવર), 4-144 (જોશ ઈંગ્લિસ, 26.6 ઓવર), 5-199 (સ્ટિવ સ્મિથ, 36.5 ઓવર), 6-205 (મેક્સવેલ, 37.3 ઓવર), 7-239 (બેન દ્વારશૂઈસ, 45.2 ઓવર),  8-249 (એલેક્સ કેરી, 47.1 ઓવર)

આવતીકાલે દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે બીજી સેમિફાઇનલ રમાશે. આ બંને મેચમાં જીતનારી ટીમ વચ્ચે ફાઇનલમાં મુકાબલો થશે. ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્લેઇંગ ઈલેવનમાં બે મોટા ફેરફાર કર્યા છે. જ્યારે ટીમ ઇન્ડિયાએ પોતાની જૂની ટીમ જાળવી રાખી છે.

આ સમાચાર શેર કરો