મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ICCએ આ ક્રિકેટર પર એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો, જાણો શું છે મામલો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ(ICC)એ શ્રીલંકાના સ્પિનર પ્રવીણ જયવિક્રમા પર ક્રિકેટના તમામ ફોર્મેટ રમવા પર

ICCએ આ ક્રિકેટર પર એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો, જાણો શું છે મામલો

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ(ICC)એ શ્રીલંકાના સ્પિનર પ્રવીણ જયવિક્રમા પર ક્રિકેટના તમામ ફોર્મેટ રમવા પર એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાના ઉલ્લંઘનને કારણે જયવિક્રમા વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, તેણે ગુનો કબૂલતા છ મહિના માટે સસ્પેન્ડ રહેશે.

જયવિક્રમાની કારકિર્દી

જયવિક્રમાએ છેલ્લે 2022માં શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. તેણે પાંચ ટેસ્ટ, પાંચ વનડે અને પાંચ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ 15 મેચમાં કુલ 32 વિકેટ ઝડપી છે.

શું હતો આરોપ?

જયવિક્રમા પર આંતરાષ્ટ્રીય ક્રિકેટ અને લંકા પ્રીમિયર લીગ સંબંધિત આરોપ મૂકાયો હતો. જેમાં તેણે શ્રીલંકા ક્રિકેટ સાથે કરારમાં એન્ટી કરપ્શન કોડની કલમ 1.7.4.1 અને 1.8.1નું ઉલ્લંઘન કરતી કામગીરી કરી હતી.

2021માં કર્યું હતું ડેબ્યુ

પ્રવીણ જયવિક્રમાએ શ્રીલંકા તરફથી ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પ્રથમ મેચ 2021માં રમી હતી. બાંગ્લાદેશમાં રમાયેલી આ ડેબ્યૂ ટેસ્ટ મેચમાં તેણે 11 વિકેટ ઝડપી ક્રિકેટ જગતને ચોંકાવ્યું હતું. તેણે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર તમામ ખેલાડીઓના રેકોર્ડ તોડ્યા હતા. પરંતુ પોતાનું આ ફોર્મ જાળવવામાં નિષ્ફળ રહ્યો હતો. 

આ સમાચાર શેર કરો