મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ICCએ T20 ટીમ ઓફ ધ યર જાહેર કરી, રોહિત શર્મા બન્યો કેપ્ટન, 4 ભારતીય ખેલાડીઓને મળ્યું સ્થાન

2024નું વર્ષ T20 ઈન્ટરનેશનલ માટે ખૂબ જ ખાસ હતું. આ વર્ષે T20 વર્લ્ડ કપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીમ ઈન્ડિયા

ICCએ T20 ટીમ ઓફ ધ યર જાહેર કરી, રોહિત શર્મા બન્યો કેપ્ટન, 4 ભારતીય ખેલાડીઓને મળ્યું સ્થાન

2024નું વર્ષ T20 ઈન્ટરનેશનલ માટે ખૂબ જ ખાસ હતું. આ વર્ષે T20 વર્લ્ડ કપનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીમ ઈન્ડિયાએ 17 વર્ષ પછી ટ્રોફી જીતી. ICC એ હવે T20 ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી છે. રોહિત શર્માને આ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની કેપ્ટનશિપમાં વર્ષ 2024માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ ટીમમાં રોહિત શર્મા ઉપરાંત ત્રણ અન્ય ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે. 

આ પણ વાંચો: ICC ટેસ્ટ ટીમ ઓફ ધ યર જાહેર કરાઈ, જસપ્રીત બુમરાહ સહિત 3 ભારતીયોનો સમાવેશ, આ ખેલાડી બન્યો કેપ્ટન

ટીમ ઈન્ડિયાના આ ખેલાડીઓને મળ્યું સ્થાન

ICC T20 ટીમ ઓફ ધ યરમાં ભારતનો દબદબો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ વખતે ટીમ ઈન્ડિયાના 4 ખેલાડીઓ T20 ટીમ ઓફ ધ યરમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. રોહિત શર્મા ઉપરાંત, આ ખેલાડીઓના નામમાં હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓએ વર્ષ 2024માં T20 ક્રિકેટમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. આ બધા ખેલાડીઓ T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતા. ફાઈનલમાં પણ હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહે શાનદાર પ્રદર્શન કર્યું.

આ દેશોના ખેલાડીઓ પણ સામેલ છે

આ ટીમમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે, શ્રીલંકા અને અફઘાનિસ્તાનના 1-1  ખેલાડીને સ્થાન મળ્યું છે. આનો અર્થ એ થયો કે ભારત એકમાત્ર એવો દેશ છે જેની ટીમના એક કરતાં વધુ ખેલાડીઓ છે. આ ટીમમાં વેસ્ટ ઈન્ડિઝના નિકોલસ પૂરણને વિકેટકીપર બનાવવામાં આવ્યો છે. આ ટીમમાં ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ, ઈંગ્લેન્ડના ફિલ સ્લોટ, પાકિસ્તાનના બાબર આઝમ, ઝિમ્બાબ્વેના સિકંદર રઝા, અફઘાનિસ્તાનના રાશિદ ખાન અને શ્રીલંકાનો વાનિન્દુ હસરંગાનો સમાવેશ થાય છે.

ICC T20 ટીમ ઓફ ધ યર

રોહિત શર્મા (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ફિલ સોલ્ટ, બાબર આઝમ, નિકોલસ પૂરન (વિકેટકીપર), સિકંદર રઝા, હાર્દિક પંડ્યા, રાશિદ ખાન, વાનિંદુ હસરંગા, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.

આ સમાચાર શેર કરો