રોહિત શર્મા, સચિન તેંડુલકરથી લઈને પૃથ્વી શો સુધી, જુઓ કોણે કેવી રીતે ઉજવી ગણેશ ચતુર્થી

બુધવારે દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. લોકોએ ઘરે ભગવાન ગણેશનું સ્વાગત કર્યું અને તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા. ભારતીય ક્રિકેટર્સે પણ ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવ્યો હતો. રોહિત શર્માએ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો, તે કુર્તામાં જોવા મળ્યો. સચિન તેંડુલકરે પૂજાનો એક વીડિયો શેર કર્યો, જેમાં સારા તેંડુલકર, અર્જુન અને પરિવારના બધા સભ્યો તેની સાથે જોવા મળ્યા. પૃથ્વી શોએ આકૃતિ અગ્રવાલ સાથે ઉજવણી કરી હતી.
ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે ગણેશજીની પૂજાનો વીડિયો શેર કર્યો હતો. તે લાલ રંગનો કુર્તો પહેરીને પૂજા કરી થયો છે. તેનો પુત્ર અર્જુન તેંડુલકર પીળા રંગનો કુર્તો પહેરીને આરતીમાં જોવા મળ્યો, તે આ દરમિયાન ઘંટ વગાડતો જોવા મળ્યા. તેની પુત્રી સારા તેંડુલકર ગુલાબી સૂટમાં જોવા મળી હતી.
રોહિત શર્માએ ગણેશ ચતુર્થીની શુભેચ્છા પાઠવી
આ પ્રસંગે રોહિત શર્મા પણ કુર્તામાં જોવા મળ્યો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફોટો શેર કર્યો અને બધા ફેન્સને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પાઠવી. રોહિતે તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે, તેણે ગયા વર્ષે T20 ને અલવિદા કહ્યું હતું. હવે તે ફક્ત ODI ફોર્મેટમાં રમે છે.
પૃથ્વી શોએ રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાથે કરી ઉજવણી
ભારતીય ટીમમાં વાપસી કરવા માટે સખત મહેનત કરી રહેલા પૃથ્વી શોએ આકૃતિ અગ્રવાલ સાથે ગણેશ ચતુર્થીના તહેવારની ઉજવણી કરી. આકૃતિએ આ ફોટો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો. થોડા દિવસો પહેલા, પૃથ્વી શો આકૃતિ સાથે મુંબઈની એક રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતો પણ જોવા મળ્યો હતો.
આ ક્રિકેટરોએ પણ ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પાઠવી
હરભજન સિંહ, શિખર ધવન, વીરેન્દ્ર સેહવાગ, VVS લક્ષ્મણ જેવા ક્રિકેટરોએ પણ ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સિવાય IPL ટીમોના ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ પરથી પણ શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

