ક્રિકેટરના સંન્યાસ બાદ BCCI કેટલું પેન્શન આપે છે? પૂજારાને નિવૃતિ બાદ કેટલા રૂપિયા મળશે

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ ત્રણેય ફોર્મેટમાંથી સંન્યાસ લીધો છે.પૂજારાએ તેની કારકિર્દીમાં 100થી વધુ મેચ રમી છે. હવે લોકોને જાણવામાં રસ છે કે નિવૃતી બાદ ક્રિકેટરોને BCCI કેટલું પેન્શન આપે છે.
BCCIએ પેન્શન માટે કયા નિયમો બનાવ્યા છે?
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) દ્વારા ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્ત થનાર ખેલાડીઓને પેન્શન આપવાની યોજના બનાવી છે. 1 જૂન, 2022થી અસરકારક થયેલ રકમ હેઠળ મેન્સ ખેલાડીઓને 30 હજારથી 70 હજાર રૂપિયા અને વિમેન્સ ખેલાડીઓને 45 હજારથી 52 હજાર 500 રૂપિયાની પેન્શન મળે છે. આ રકમ ખેલાડીઓએ રમેલી ઇન્ટરનેશનલ અને પહેલી સિરીઝના મેચોના આધારે હોય છે, જેમ કે સચિન તેંડુલકર અને સુનિલ ગાવસ્કર જેવા દિગ્ગજોને 70 હજાર રૂપિયા માસિક પેન્શન મળે છે. BCCIના નિયમો મુજબ, પૂર્વ ખેલાડીઓને તેમના યોગદાન અને કારકિર્દી દરમિયાનના પ્રદર્શનના આધારે પેન્શન આપવામાં આવે છે.
નિવૃત્તિ બાદ BCCI પૂજારાને કેટલુ પેન્શન આપશે?
પૂજારાના ઇન્ટરનેશનલ કરિયર પર નજર કરીએ, તો તેણે 103 ટેસ્ટ અને 5 વનડે મેચ રમી છે. તેણે કોઈ T20I મેચ રમી નથી. પણ ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે તેણે જે યોગદાન આપ્યું છે, તેને સમગ્ર વિશ્વ ક્રિકેટે જોયું છે. 103 ટેસ્ટ રમીને પૂજારાએ 44.4ની એવરેજથી 7195 રન ફટકાર્યા હતા. તેણે 19 શતક અને 35 અર્ધશતક ફટકારી છે. હવે રિપોર્ટ પ્રમાણે અનુમાન લગાવી તો, પૂજારાએ ભારતીય ટીમને આપેલા આ મોટુ યોગદાન માટે BCCI તેને 60 હજાર રૂપિયા માસિક પેન્શન આપી શકે છે.

