BCCIની 125 કરોડની પ્રાઇઝ મની ટીમ ઇન્ડિયામાં કેવી રીતે વહેંચાશે? ક્યા ખેલાડીને કેટલા રૂપિયા મળશે
ભારતીય ક્રિકેટ ટીમના ટી-20 વર્લ્ડકપ 2024માં ચેમ્પિયન બન્યા બાદ BCCIએ 125 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની આપવાની

ભારતીય ક્રિકેટ ટીમના ટી-20 વર્લ્ડકપ 2024માં ચેમ્પિયન બન્યા બાદ BCCIએ 125 કરોડ રૂપિયાની પ્રાઇઝ મની આપવાની જાહેરાત કરી હતી. BCCIએ સ્પષ્ટ કર્યું હતું કે આ પ્રાઇઝ મની ખેલાડીઓની સાથે સપોર્ટ સ્ટાફ અને પસંદગીકારો વચ્ચે વહેંચાશે. જોકે, ફેન્સ આ વાતનો અંદાજો નહતા લગાવી શકતા કે પ્રાઇઝ મનીની વહેંચણી કેવી રીતે થશે. હવે તેને લઇને નવી જાણકારી સામે આવી છે.
ટી-20 વર્લ્ડકપની ટીમના 15 ખેલાડી અને કોચને મળશે 5-5 કરોડ રૂપિયા
એક રિપોર્ટ અનુસાર, ટી-20 વર્લ્ડકપ સ્કવોર્ડમાં સામેલ 15 ખેલાડીઓ સહિત કોચ રાહુલ દ્રવિડને સૌથી વધુ 5-5 કરોડ રૂપિયા મળશે. રિઝર્વ ખેલાડી (રિન્કુ સિંહ, ખલીલ અહેમદ, અવેશ ખાન અને શુભમન ગિલ) પર પણ પૈસાનો વરસાદ થશે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ખેલાડીઓ સિવાય અઢી-અઢી કરોડ રૂપિયા ટીમના કોર કોચિંગ સ્ટાફમાં વહેંચવામાં આવશે જેમાં બેટિંગ કોચ વિક્રમ રાઠોર સાથે ફિલ્ડિંગ કોચ ટી દિલીપ અને બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રે સામેલ છે. 1-1 કરોડ રૂપિયા ઇનામ અજીત અગરકરની આગેવાની ધરાવતી સિલેક્શન કમિટીમાં સામેલ 5 પસંદગીકારોને મળશે જેમને આ ટીમની પસંદગી કરી હતી.
બાકી બેકરૂમ સ્ટાફને પણ આ પ્રાઇઝ મનીમાં સામેલ કરવામાં આવ્યા છે. ત્રણ ફિઝિયોથેરેપિસ્ટ, ત્રણ થ્રોડાઉન જાણકાર, બે માલિશ કરનારા અને સ્ટ્રેન્થ અને કંડીશનિંગ કોચને 2-2 કરોડ રૂપિયા મળશે.
ટી-20 વર્લ્ડકપ રમવા માટે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ સહિત કૂલ 42 લોકો ગયા હતા. ટીમના વીડિયો વિશ્લેષક, ટીમ સાથે પ્રવાસ કરનાર બીસીસીઆઇનો સ્ટાફ જેમાં મીડિયા અધિકારી પણ સામેલ છે અને ટીમના લોજિસ્ટિક્સ મેનેજરને પણ આ ઇનામ આપવામાં આવશે.
BCCIના સૂત્રએ કહ્યું, "ખેલાડીઓ અને સહયોગી સ્ટાફને BCCI તરફથી મળનારી ઇનામી રકમ વિશે જણાવી દેવામાં આવ્યું છે અને તમામને બિલ જમા કરાવવા કહ્યું છે."
મહત્ત્વપૂર્ણ છે કે ત્રણ ફિઝિયોથેરેપિસ્ટ કમલેશ જૈન, યોગેશ પરમાર અને તુલસી રામ યુવરાજ; ત્રણ થ્રોડાઉન સ્પેશ્યાલિસ્ટ રાઘવેન્દ્ર દવગી, નુવાન ઉદેનેકે અને દયાનંદ ગરાની અને બે માલિશ કરનારા રાજીવ કુમાર અને અરુણ કનાડે છે. સોહમ દેસાઇ સ્ટ્રેન્થ એન્ડ કંડીશનિંગ કોચ છે.








