ભારત વર્સેસ બાંગ્લાદેશ કાનપુર ટેસ્ટને લઈને મળી ધમકી, શું બદલાશે ટેસ્ટ શેડ્યૂલ? BCCIના અધિકારીએ કહી આ વાત
ભારતીય ક્રિકેટ ટીમ આ મહિને બાંગ્લાદેશ સામે 2 મે

ભારતીય ક્રિકેટ ટીમ આ મહિને બાંગ્લાદેશ સામે 2 મેચની હોમ ટેસ્ટ સીરિઝ રમશે. તેની પહેલી મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં અને બીજી મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં યોજાવા જઈ રહી છે. પરંતુ તે પહેલા જ બીજી મેચને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હિન્દુ મહાસભાએ કાનપુર ટેસ્ટને લઈને ધમકી આપી હતી, જેના કારણે સ્થળ બદલવાની ચર્ચા ચાલી રહી હતી. પરંતુ હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધિકારીએ આ વાતને નકારી કાઢી છે. તેણે કહ્યું કે, આ ટેસ્ટ મેચ કાનપુરમાં જ રમાશે.
કાનપુરમાં જ રમાશે બીજી ટેસ્ટ મેચ
BCCIના અધિકારીને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું BCCI વર્તમાન પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે અથવા તે અન્ય વિકલ્પ (પ્લાન-બી) પર પણ વિચાર કરી રહ્યું છે? આ અંગે સૂત્રએ કહ્યું, 'હા, જ્યાં સુધી તે ધમકીઓનો સંબંધ છે, અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.' તેમણે કહ્યું, 'અમે આ મામલે સંબંધિત અધિકારીઓ સાથે પણ વાત કરી રહ્યા છીએ. જોકે, અમે ત્યાં મેચ યોજવા માટે બધું જ કરી રહ્યા છીએ. સ્ટેડિયમ ટીમ અને દર્શકોનું સ્વાગત કરવા માટે તૈયાર છે. આ ટેસ્ટ મેચ બીજે ક્યાંય નહીં પરંતુ માત્ર કાનપુરમાં જ આયોજિત થશે. માત્ર કાનપુર જ નહીં અન્ય સ્થળો પર પણ નજર રાખવામાં આવી રહી છે.
બાંગ્લાદેશનો ભારત પ્રવાસ
પહેલી ટેસ્ટ- ચેન્નાઈ- 19થી 23 સપ્ટેમ્બર
બીજી ટેસ્ટ - કાનપુર - 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર
પહેલી T20- ગ્વાલિયર- 6 ઓક્ટોબર
બીજી T20- દિલ્હી- 9 ઓક્ટોબર
ત્રીજી T20- હૈદરાબાદ- 12 ઓક્ટોબર
પહેલી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમઃ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, ઋષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, જસપ્રીત બુમરાહ અને યશ દયાલ.






