Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Highest successful run chase in test match in the oval

IND vs ENG / ઓવલમાં ચોથી ઈનિંગમાં મુશ્કેલ છે રન ચેઝ! 123 વર્ષ પહેલા બન્યા હતા સૌથી વધુ 263 રન

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2025
લાઇવ ટીવીGoogle News
IND vs ENG / ઓવલમાં ચોથી ઈનિંગમાં મુશ્કેલ છે રન ચેઝ! 123 વર્ષ પહેલા બન્યા હતા સૌથી વધુ 263 રન
સોર્સ : Google

1880માં, લંડનના 'ધ ઓવલ' સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ હતી. ત્યારબાદ, 1902માં, તે જ બે ટીમો વચ્ચે અહીં બીજી ટેસ્ટ મેચ રમાઈ હતી, જેમાં અંગ્રેજી ટીમે ચોથી ઈનિંગમાં 263 રન ચેઝ કરીને જીત મેળવી હતી. ત્યારબાદ, ઓવલ ખાતે ઘણી ટેસ્ટ મેચ યોજાઈ હતી પરંતુ કોઈપણ ટીમ આ આંકડો પાર કરી નહતી શકી. એટલે કે, 123 વર્ષથી, કોઈપણ ટીમ ઓવલ ખાતે 263 રનથી વધુ રન ચેઝ નથી કરી શકી.

App Store

ઓગસ્ટ 1902માં ઓવલ ખાતે યોજાયેલી તે મેચમાં, ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ ઈનિંગમાં 324 રન અને બીજી ઈનિંગમાં 121 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની ટીમ પહેલી ઈનિંગમાં 183 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, આ પછી ઈંગ્લેન્ડે 9 વિકેટ ગુમાવીને 263 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.

ટેસ્ટ ક્રિકેટમાં ચોથી ઈનિંગમાં ટાર્ગેટ ચેઝ કરવો હંમેશા મુશ્કેલ હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે ભારતીય ટીમ શનિવારે (2 ઓગસ્ટ) બેટિંગ કરશે, ત્યારે આ 123 વર્ષ જૂનો રેકોર્ડ તેમના મગજમાં હોવો જોઈએ.

ઓવલ ગ્રાઉન્ડ પર ચોથી ઇનિંગમાં સૌથી વધુ સ્કોર 8 વિકેટે 429રન (150.5 ઓવર) છે. આ ભારતીય ટીમે ઓગસ્ટ 1979માં ઈંગ્લેન્ડ સામે બનાવ્યો હતો. પરંતુ પછી ટીમ ઈન્ડિયાને 438 રનનો ટાર્ગેટ મળ્યો. આવી સ્થિતિમાં, આ ટેસ્ટ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. જો સમય હોત તો ભારતીય ટીમ મેચ જીતી શકી હોત.

શું ઓવલ પર 300+નો ટાર્ગેટ આદર્શ સ્કોર હશે?

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જો શુભમન ગિલ અને કંપની ઓવલના આ ઐતિહાસિક ગ્રાઉન્ડ પર 300થી વધુનો સ્કોર કરે અને ભારતીય બોલરો અજાયબીઓ બતાવે, તો શું જીતની ખાતરી છે? તેથી, ભારતીય ટીમના ઈંગ્લિશ ટીમ સામેના પહેલી ઈનિંગના પ્રદર્શનના આધારે કહી શકાય કે - હા... આવું થઈ શકે છે.

ઈંગ્લેન્ડ ટીમના પહેલી ઈનિંગની શરૂઆત શાનદાર રહી હતી, બેન ડકેટ અને ઝેક ક્રોલીની શાનદાર ઈનિંગ્સને કારણે, તેઓએ પ્રથમ વિકેટ માટે ઝડપી 92 રન ઉમેર્યા હતા. પરંતુ તે પછી ટીમ ઈન્ડિયાના પેસ એટેકનો જાદુ કામ કરી ગયો અને મોહમ્મદ સિરાજ તેમજ પ્રસિદ્ધ કૃષ્ણા બંનેની 4-4 વિકેટને કારણે, ભારતીય ટીમર ઈંગ્લિશ ટીમને 51.2 ઓવરમાં 247 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધી.

ઓવલ ખાતે ચોથી ઇનિંગ્સમાં ચેઝ કરાયેલા ટોપ 5 સ્કોર 

  • અમે તમને 1902માં 263 રનના રન ચેઝ વિશે પહેલાથી જ કહ્યું છે, જે ઓવલ ખાતે કોઈપણ ટેસ્ટમાં ચોથી ઈનિંગમાં ચેઝ કરાયેલા સૌથી વધુ સ્કોર છે. 
  • 1963માં, વેસ્ટ ઈન્ડિઝને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં 253 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેના જવાબમાં, વિન્ડીઝ ટીમે 255/2 રન બનાવ્યા હતા.
  • ત્યારબાદ 1972માં ઓસ્ટ્રેલિયાએ ચોથી ઈનિંગમાં ઈંગ્લેન્ડ સામે 242નો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
  • 1988માં વેસ્ટ ઈન્ડીઝે 226નો ટાર્ગેટ ચેઝ કરીને જીત મેળવી હતી.
  • 2024માં શ્રીલંકાએ ઈગ્લેન્ડ સામે 219નો ટાર્ગેટ ચેઝ કર્યો હતો.