મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: તબિયત બગડી અને થઈ ગઈ બેભાન, કાર્યક્રમ દરમિયાન વિનેશ ફોગાટની હાલાત થઈ ખરાબ

પેરિસ ઓલિમ્પિક્સ 2024 ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ મા

VIDEO: તબિયત બગડી અને થઈ ગઈ બેભાન, કાર્યક્રમ દરમિયાન વિનેશ ફોગાટની હાલાત થઈ ખરાબ

પેરિસ ઓલિમ્પિક્સ 2024 ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ માટે દુઃસ્વપ્નથી ઓછું નથી. હવે વિનેશ પેરિસથી ઘરે પરત ફરી છે. ભારત પહોંચતા જ વિનેશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. દિલ્હી એરપોર્ટથી ગામ પહોંચવા સુધી ફેન્સે વિનેશને ભરપૂર પ્રેમ આપ્યો. ગામમાં પહોંચ્યા પછી પણ વિનેશને માન આપવામાં આવ્યું અને આ દરમિયાન તેની તબિયત બગડી અને તે બેભાન થઈ ગઈ.

વિનેશના બેહોશ થવાનો વીડિયો પણ સામે આવ્યો હતો, વિનેશને તેના ગામ બલાલી, હરિયાણામાં સન્માનિત કરવામાં આવી હતી. વિનેશને ગામમાં તેના સમર્થકો અને ખાપ પંચાયતના સભ્યો દ્વારા ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવી હતી. આ વિધિ દરમિયાન વિનેશ બેહોશ થઈ ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, સન્માન સમારોહ દરમિયાન વિનેશ બેહોશ થઈ ગઈ હતી અને તેની આસપાસ ઘણા લોકો બેઠેલા જોવા મળે છે, જેમાં કુસ્તીબાજ બજરંગ પુનિયા પણ સામેલ છે. વિનેશને બેભાન જોઈને ત્યાં હાજર લોકો ચિંતિત દેખાય છે. વિનેશનો આ વીડિયો X દ્વારા શેર કરવામાં આવ્યો હતો.

પોતાના ગામની મહિલા કુસ્તીબાજોને તાલીમ આપવાની વાત કરી

પેરિસથી ભારત પહોંચવા પર, વિનેશે પ્રેમ અને સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, જો તે તેના ગામ બલાલીની મહિલા કુસ્તીબાજોને તાલીમ આપી શકે તો તે તેના માટે ખૂબ જ ગર્વની વાત હશે. વિનેશે કહ્યું, "જો આ ગામમાંથી કોઈ કુસ્તીબાજ બહાર નહીં આવે તો તે નિરાશાજનક હશે. અમે અમારી સિદ્ધિઓથી માર્ગ મોકળો કર્યો છે અને આશા આપી છે. હું તમને બધાને વિનંતી કરું છું કે, આ ગામની મહિલાઓને ટેકો આપો. જો તેઓ ભવિષ્યમાં સફળ થાય તો, જો તેઓ અમારું સ્થાન લેવા માગતા હોય, તો તેમને તમારા સમર્થન, આશા અને વિશ્વાસની જરૂર છે."

વધુ વજનને કારણે કરવામાં આવી હતી ડિસક્વોલિફાય 

ઉલ્લેખનીય છે કે, વિનેશ 50 કિલોગ્રામની કુસ્તી સ્પર્ધામાં ભાગ લઈ રહી હતી. તેણે સ્પર્ધાની ફાઈનલમાં જગ્યા બનાવી હતી, પરંતુ ફાઈનલના દિવસે 100 ગ્રામ વધારે વજન હોવાને કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. આ પછી ભારતીય કુસ્તીબાજએ સિલ્વર મેડલની માગણી કરી, જેને નકારી કાઢવામાં આવી.

આ સમાચાર શેર કરો