VIDEO / મેચ જીત્યા બાદ ગલફ્રેન્ડ સાથે અમદાવાદમાં લોંગ ડ્રાઈવ પર નીકળ્યો હાર્દિક પંડ્યા, વાયરલ થઈ ક્લિપ

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની 5 મેચની T20I સિરીઝની છેલ્લી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ 30 રનથી જીત નોંધાવી હતી. આ જીત સાથે ભારતે 3-1થી સિરીઝ પણ પોતાના નામે કરી છે. આ મેચમાં ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પહેલા બેટથી ધમાલ મચાવતા માત્ર 25 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 63 રન બનાવ્યા હતા. આ પછી બોલિંગ દરમિયાન 3 ઓવરમાં 41 રન આપીને 1 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યાના આ ઓલરાઉન્ડ પ્રદર્શનથી ટીમને મેચ જીતવામાં મદદ મળી હતી.
આ મેચ દરમિયાન હાર્દિકની ગલફ્રેન્ડ માહિકા શર્મા પણ મેદાનમાં હાજર હતી. હાર્દિક પંડ્યાએ તેની અડધી સદી પૂરી કર્યા બાદ માહિકાને ફ્લાઈંગ કિસ આપતા રોમેન્ટિક અંદાજમાં ઉજવણી કરી હતી. આ સિવાય મેચ જીત્યા બાદ હાર્દિક તેની ગલફ્રેન્ડ સાથે અમદાવાદમાં લોંગ ડ્રાઈવ પર નીકળ્યો હતો. જેનો વીડિયો માહિકા શર્માએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો હતો.
આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે હાર્દિક પંડ્યા કાર ચલાવી રહ્યો છે અને ગાડીમાં અંગ્રેજી સોંગ વાગી રહ્યું છે. હાર્દિક કાર ચલાવતા આ સોંગનો આનંદ માણી રહ્યો છે.

