છૂટાછેડા બાદ પુત્ર અગસ્ત્યની સંભાળ કોણ રાખશે?, હાર્દિક પંડ્યાએ કર્યો ખુલાસો
આખરે ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકના ડિવોર્સ થઈ ગયા છે. આ અંગેની

આખરે ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકના ડિવોર્સ થઈ ગયા છે. આ અંગેની જાણકારી ખુદ હાર્દિકે સોશિયલ મીડિયા પર આપી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે તેના ફેન્સના લોકોને સવાલ થઈ રહ્યો છે કે, તેનો પુત્ર અગસ્ત્ય કોની પાસે રહેશે? અને તેની સંભાળ કોણ રાખશે? આ મામલે પણ હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે, અમે બંને સાથે મળીને તેની સંભાળ રાખીશું.
હાર્દિકે પંડ્યાએ સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટમાં એ પણ જણાવ્યું કે તેના પુત્ર અગસ્ત્યની સંભાળ કોણ લેશે. તેણે લખ્યું કે, 'અમે નસીબદાર છીએ કે અમારા જીવનમાં અગસ્ત્ય છે, જે હંમેશા અમારા જીવનનો આધાર રહેશે. અમે બંને સાથે મળીને તેની સંભાળ રાખીશું. તેને દુનિયાની બધી જ ખુશીઓ મળે તેની ખાતરી કરવા અમે પૂરો પ્રયાસ કરીશું અને તેની ખુશી માટે અમે જે કંઈ કરી શકીએ તે કરીશું. અમે આશા રાખીએ છીએ કે, આ મુશ્કેલ સમયમાં તમારો સપોર્ટ મળશે અને અમારી પ્રાઈવસી સમજશો.’
હાર્દિક-નતાશાએ 2020માં કર્યા હતા લગ્ન
ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાએ 2020માં દુબઈમાં નતાશાને પ્રપોઝ કર્યું હતું. બાદમાં 31 મે, 2020માં બંનેના લોકડાઉનમાં લગ્ન થયા હતા. બંનેએ હિન્દુ અને વેસ્ટર્ન બંને વિધિ પ્રમાણે લગ્ન કર્યા હતા. 30 જુલાઈના રોજ પુત્ર અગસ્ત્યનો જન્મ થયો હતો. જેનું નામ અગત્સ્ય રાખવામાં આવ્યું હતું.






