હાર્દિક પંડ્યા પર સ્લો ઓવર રેટ માટે લાગ્યો પ્રતિબંધ, આગામી IPL સિઝનની પ્રથમ મેચ નહીં રમી શકે MIનો કેપ્ટન
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર આ IPL 2024ની ત્રણ મેચમાં સ્લો ઓવર રેટના કારણે શુક્રવાર

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર આ IPL 2024ની ત્રણ મેચમાં સ્લો ઓવર રેટના કારણે શુક્રવારે એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. શુક્રવારે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
જોકે, મુંબઈ ઈન્ડિયન્સની આ સિઝનમાં એક પણ મેચ બાકી નથી. તે પહેલાથી જ પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યા આગામી સિઝનની પ્રથમ મેચમાં નહીં રમી શકે. તેમજ ઈમ્પેક્ટ પ્લેયર સહિત ટીમના અન્ય ખેલાડીઓએ 12 લાખ રૂપિયા અથવા મેચ ફીના 50 ટકા બંનેમાંથી જે ઓછા હશે તે ચૂકવવા પડશે.
મુંબઈએ 17 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ સામે, 30 મેના રોજ લખનૌ સુપર જાયન્ટ્સ સામે અને 18 એપ્રિલના રોજ પંજાબ કિંગ્સ સામે સ્લો ઓવર રમી હતી. જેના કારણે હાર્દિક પંડ્યા કેપ્ટન તરીકે IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ તેને દંડ ફટકારવામાં આવ્યો હતો.
હાર્દિકને 3 મેચમાં 3 વખત દંડ ફટકારવામાં આવ્યો
- લખનૌ સુપર જાયન્ટ્સ સામે 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
- લખનૌ સુપર જાયન્ટ્સ સામે 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
- પંજાબ કિંગ્સ સામે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
IPLમાં સ્લો ઓવર રેટ માટે દંડનો નિયમ
સ્લો ઓવર રેટ સંબંધિત IPL આચાર સંહિતા હેઠળ, જો કોઈ ટીમનો કેપ્ટન પ્રથમ વખત દોષી સાબિત થાય છે, તો તેને 12 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. જો તે કેપ્ટન સિઝનમાં બીજી વખત સ્લો ઓવર રેટનો ગુનો કરે છે, તો 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જો ત્રીજી વખત ભૂલ થાય તો કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ અને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.
પંત પર પણ એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો
IPL 2024ની આ સિઝનમાં ત્રણ વખત સ્લો ઓવર રેટના કારણે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત પર પણ એક મેચનો પ્રતિબંધ અને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તે 12 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામેની મેચમાં નહોતો રમ્યો.








