મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

હાર્દિક-નતાશાના અલગ થવાથી વિખેરાયો પરિવાર, ભાઈ કૃણાલ અને ભાભી પંખુરી પણ છે હાર્દિકથી ગુસ્સે?

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અત્યારે પોતા

હાર્દિક-નતાશાના અલગ થવાથી વિખેરાયો પરિવાર, ભાઈ કૃણાલ અને ભાભી પંખુરી પણ છે હાર્દિકથી ગુસ્સે?

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અત્યારે પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. T20 વર્લ્ડ કપ 2024 પહેલા હાર્દિક તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થયો હતો. આ પછી તેણે તેની પત્ની નતાશા સાથેના 4 વર્ષના સંબંધોનો અંત લાવ્યો. તેણે 18 જુલાઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યું હતું કે, તે નતાશાથી અલગ થઈ ગયો છે. હવે એવું માનવામાં આવે છે કે, આના કારણે તેનો પરિવાર સંપૂર્ણપણે તૂટી ગયો છે અને ભાઈ કૃણાલ પંડ્યા અને ભાભી પંખુરી પણ તેનાથી નારાજ છે.

મહિનાઓથી પડી હતી સંબંધોમાં તિરાડ

હાર્દિક અને નતાશાના સંબંધોમાં ઘણા મહિનાઓથી તિરાડ હતી. ન તો નતાશા તેને મેદાનમાં સપોર્ટ કરતી જોવા મળી કે ન તો હાર્દિકે તેની પત્ની સાથે કોઈ પોસ્ટ કરી. જોકે, હાર્દિકે દીકરા અગત્સ્ય સાથે ઘણી પોસ્ટ શેર કરી છે. બીજી તરફ નતાશાએ પણ સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ કરીને હાર્દિકથી અલગ થવાની વાતને સમર્થન આપ્યું હતું. હવે નતાશા તેના દીકરા સાથે સર્બિયા શિફ્ટ થઈ ગઈ છે. પરંતુ હવે વધુ અફવાઓ ઉડી રહી છે કે, કૃણાલ પંડ્યા અને પંખુરી શર્મા પણ હાર્દિક પંડ્યાની હરકતોથી નારાજ છે.

સિંગર સાથે છે અફેર?

નતાશાથી અલગ થયા બાદ હવે નવા સમાચાર સામે આવ્યા છે કે હાર્દિક પંડ્યાનાનું બ્રિટિશ સિંગર જાસ્મીન વાલિયા સાથે અફેર છે. જોકે, આ અંગે કોઈ પુષ્ટિ થઈ નથી. કૃણાલ પંડ્યા અને પંખુરીની વાત કરીએ તો બંનેએ હાર્દિકની પોસ્ટ લાઈક કરવાનું બંધ કરી દીધું છે. કૃણાલે છેલ્લે પોસ્ટ લાઈક કરી હતી જ્યારે હાર્દિકે તેના દીકરા અગત્સ્યને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી.

અનંત અંબાણીના લગ્નમાં ગયો હતો હાર્દિક

નતાશા સ્ટેનકોવિક, હાર્દિક પંડ્યા સાથે અનંત અંબાણીના લગ્નમાં જોવા મળી ન હતી. આ દરમિયાન હાર્દિક ભાઈ કૃણાલ અને ભાભી પંખુરી સાથે પહોંચ્યો હતો. હાર્દિકે થોડા દિવસ પહેલા નતાશાની એક પોસ્ટ પર હાર્ટ ઇમોજી સાથે કોમેન્ટ કરી હતી. જે બાદ એવા અહેવાલો આવ્યા હતા કે. હાર્દિકને દીકરાની ખૂબ જ યાદ આવી રહી છે.

આ સમાચાર શેર કરો