મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

17 બોલમાં ફિફટી, અભિષેક શર્મા બન્યો સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બીજો ભારતીય

ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની પાંચમી અન

17 બોલમાં ફિફટી, અભિષેક શર્મા બન્યો સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બીજો ભારતીય

ભારતીય ટીમ અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ભારતીય ટીમ આ શ્રેણી પહેલાથી જ 3-1થી જીતી ચૂકી છે.

ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. હાલમાં, ભારતીય ટીમે 1 વિકેટ ગુમાવ્યા બાદ 90 થી વધુ રન બનાવ્યા છે. અભિષેક શર્માએ 17 બોલમાં ઝડપી અડધી સદી ફટકારી. આ દરમિયાન તેણે 5 છગ્ગા ફટકાર્યા. અભિષેક સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બીજો ભારતીય બન્યો છે.

૧૨ બોલ - યુવરાજ સિંહ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, ડર્બન ૨૦૦૭

૧૬ બોલ - અભિષેક શર્મા વિરુદ્ધ ઇંગ્લેન્ડ, વાનખેડે ૨૦૨૫

૧૮ બોલ - કેએલ રાહુલ વિ સ્કોટલેન્ડ, દુબઈ ૨૦૨૧

૧૮ બોલ - સૂર્યકુમાર યાદવ વિ. દક્ષિણ આફ્રિકા, ગુવાહાટી ૨૦૨૨

ભારતીય પ્લેઇંગ-૧૧માં શમીની એન્ટ્રી

સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ આ શ્રેણી 3-1થી જીતી ચૂકી છે. કેપ્ટન સૂર્યાએ ભારતીય પ્લેઇંગ-૧૧માં એક ફેરફાર કર્યો છે. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની એન્ટ્રી થઈ છે. જ્યારે ફરી એકવાર ઝડપી બોલર અર્શદીપ સિંહને આરામ આપવામાં આવ્યો છે.

ભારતીય ટીમ છેલ્લા છ વર્ષમાં તેના ઘરઆંગણે કોઈ દ્વિપક્ષીય T20 શ્રેણી હાર્યું નથી. ભારતનો ઘરઆંગણે છેલ્લી T20 શ્રેણીનો પરાજય ફેબ્રુઆરી 2019 માં ઓસ્ટ્રેલિયા સામે થયો હતો. ત્યારથી, ભારતે ઘરઆંગણે 17 T20 શ્રેણી રમી છે, જેમાંથી તેણે 15 જીતી છે અને બે શ્રેણી ડ્રો રહી છે.

ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમનો હાથ ઉપર

ઇંગ્લેન્ડ સામે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતીય ટીમ હંમેશા ટોચ પર રહી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 28 ટી20 મેચ રમાઈ છે. આમાં, ભારતીય ટીમે 16 મેચ જીતી હતી, જ્યારે ઇંગ્લેન્ડ 12 મેચમાં સફળ રહ્યું હતું. આ રીતે, જ્યારે પણ બંને ટીમો સામસામે આવે છે, ત્યારે ભારતીય ટીમ હંમેશા ઉપરી દેખાતી હોય છે.

આ સમાચાર શેર કરો