મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

T20 વર્લ્ડ કપમાં ભારતની નહીં આ દેશની ટીમમાંથી રમશે 3 ગુજરાતી ક્રિકેટરો, જાણો આ ખેલાડીઓ વિશે

વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં જૂન મહિનામાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં ત્રણ ગુજરાતી ક્રિક

T20 વર્લ્ડ કપમાં ભારતની નહીં આ દેશની ટીમમાંથી રમશે 3 ગુજરાતી ક્રિકેટરો, જાણો આ ખેલાડીઓ વિશે

વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં જૂન મહિનામાં યોજાનારા T20 વર્લ્ડ કપમાં ત્રણ ગુજરાતી ક્રિકેટરો યુગાન્ડાની ક્રિકેટ ટીમ તરફથી રમતા જોવા મળશે. મૂળ કચ્છના વતની એવા અલ્પેશ રામજણીની સાથે રોનક પટેલ અને દિનેશ નાકરાણીનો યુગાન્ડાની T20 વર્લ્ડ કપની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

29 વર્ષનો અલ્પેશ રામજણી લેફટી બેટ્સમેન હોવાની સાથે સ્પિનર પણ છે. મુંબઈના કાંદીવલીમાં રહેતો અલ્પેશ 2021માં જ યુગાન્ડામાં સ્થાયી થયો હતો. તે અગાઉ મુંબઈની અંડર-16 અને 19 ટીમ તરફથી રમી ચૂક્યો છે. તેણે બે વખત મુંબઈની રણજી ટ્રોફી ટીમના કેમ્પમાં પણ તક આપવામાં આવી હતી. 

35 વર્ષીય રોનક પટેલ રાઈટી ઓપનિંગ બેટ્સમેન તરીકેની ભૂમિકામાં છે. જ્યારે દિનેશ નાકરાણી લેફટી બેટ્સમેન હોવાની સાથે લેફ્ટ આર્મ મીડિયમ પેસર છે. દિનેશ અગાઉ સૌરાષ્ટ્ર તરફથી પણ રમી ચૂક્યો છે.  

આ સમાચાર શેર કરો