IPL 2025: આજે ગુજરાત ટકરાશે રાજસ્થાન સામે, બંને ટીમ કઈ સ્થિતિમાં છે?
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મેચ જોવા મળશે. સિઝનની 23મી મેચ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં આજે ગુજરાત ટાઇટન્સ (GT) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે મેચ જોવા મળશે. સિઝનની 23મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે.
2022ની ચેમ્પિયન ગુજરાત 4 મેચમાંથી 3 જીત અને 1 હાર સાથે પોઈન્ટ ટેબલ પર બીજા ક્રમે છે. બીજી તરફ 2008ની ચેમ્પિયન રાજસ્થાને 18મી સિઝનમાં અત્યાર સુધી 4 મેચ રમી છે, જેમાં 2માં જીત અને 2માં હાર થઈ છે.
આઈપીએલમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 6 મેચ રમાઈ છે. જેમાં ગુજરાતે 5 મેચ અને રાજસ્થાને 1 મેચ જીતી હતી. બંને વચ્ચે જયપુરમાં બે મેચ રમાઈ હતી. બંનેએ 1-1થી જીત મેળવી છે.
પીચ રિપોર્ટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટિંગ ફ્રેન્ડલી છે. અત્યાર સુધીમાં અહીં 37 IPL મેચ રમાઈ ચૂકી છે. 17 મેચમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી હતી જ્યારે 20 મેચમાં પીછો કરતી ટીમ જીતી હતી. અહીં સૌથી વધુ ટીમનો સ્કોર 243/5 છે, જે પંજાબ કિંગ્સે આ સિઝનમાં ગુજરાત સામે બનાવ્યો હતો. પંજાબે આ મેચ 11 રને જીતી લીધી હતી. આ સિઝનમાં અહીં બે મેચ રમાઈ છે. બંને સ્થિતિમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો વિજય થયો છે.
હવામાનની સ્થિતિ:
મેચના દિવસે અમદાવાદમાં ખૂબ જ ગરમી રહેશે. બુધવારે અહીં તાપમાન 27 થી 44 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. વરસાદની બિલકુલ શક્યતા નથી. પવનની ઝડપ 13 કિમી પ્રતિ કલાક રહેશે.
બંને ટીમના સંભવિત પ્લેઈંગ-12 ગુજરાત ટાઇટન્સઃ શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, વોશિંગ્ટન સુંદર, રાશિદ ખાન, સાઈ કિશોર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રૃષ્ણા, ઈશાંત શર્મા, શેરફાન રધરફોર્ડ.
રાજસ્થાન રોયલ્સઃ સંજુ સેમસન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, નીતિશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ તીક્ષણા, યુદ્ધવીર સિંહ, સંદીપ શર્મા, કુમાર કાર્તિકેય.








