Google એ IPL 2024ની ફાઈનલ માટે બનાવ્યું ખાસ ડૂડલ, અહીં વાંચો મેચ સાથે સંબંધિત દરેક વિગતો
IPL 2024ની ફાઈનલની ઉજવણી કરવા માટે ગૂગલે એક ખાસ ડૂડલ બનાવ્યું છે. તમને જણાવી દઈએ કે IPLની 17મી આ

IPL 2024ની ફાઈનલની ઉજવણી કરવા માટે ગૂગલે એક ખાસ ડૂડલ બનાવ્યું છે. તમને જણાવી દઈએ કે IPLની 17મી આવૃત્તિની ફાઈનલ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં KKR અને SRH વચ્ચે ટાઈટલ જીતવા મુકાબલો થશે. આ મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે. ટોસ અડધો કલાક પહેલા એટલે કે સાંજે 7 વાગ્યે થશે. કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટન્સી શ્રેયસ અય્યર કરશે જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટન્સી પેટ કમિન્સ કરશે. ચાલો તમને આ મેચની વિગતો જણાવીએ.
KKR એ ઈતિહાસ રચ્યો
IPL 2024ના લીગ તબક્કાના અંત પછી, કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ટોચના સ્થાને હતી. IPLના ઈતિહાસમાં પ્રથમ વખત KKRની ટીમ પહેલા નંબર પર રહીને પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ છે. ત્યારબાદ શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ હેઠળ KKRએ પ્રથમ ક્વોલિફાયરમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટથી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી.
હૈદરાબાદનું શાનદાર પ્રદર્શન
પેટ કમિન્સની કેપ્ટન્સીમાં સનરાઈઝર્સ હૈદરાબાદે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ઓરેન્જ આર્મીએ 8 વર્ષ બાદ પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે. પ્રથમ ક્વોલિફાયરમાં KKR સામે હાર્યા બાદ, SRHએ કમબેક કર્યું અને બીજા ક્વોલિફાયરમાં રાજસ્થાન રોયલ્સને 36 રનથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો.
બંને ટીમોની શાનદાર બેટિંગ
વર્તમાન સિઝનમાં KKR અને SRH બંને ટીમોની તાકાત તેમની બેટિંગ રહી છે. KKR અને SRH 6 વખત 200 રનનો આંકડો પાર કરી ચૂકી છે. ઓરેન્જ આર્મીએ 250 રનનો આંકડો ત્રણ વખત પાર કર્યો હતો જ્યારે KKR એ બે વખત આ કારનામું કર્યું હતું. ચેપોક સ્ટેડિયમમાં જ્યારે ફાઈનલ મેચ રમાશે ત્યારે ફરી એકવાર હાઈ સ્કોરિંગ મેચની અપેક્ષા રાખી શકાય છે.
પિચ રિપોર્ટ
ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પીચ સામાન્ય રીતે બોલરો માટે ફાયદાકારક હોય છે. સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ચેપોક પીચને સારી રીતે સમજશે કારણ કે તેણે ક્વોલિફાયર-2માં રાજસ્થાન સામે જીત મેળવી હતી. ચેપોક પિચ પર ટોસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પીચ પર પ્રથમ બેટિંગ કરનાર ટીમને ફાયદો થઈ શકે છે.
KKR vs SRH હેડ-ટુ-હેડ
સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેના હેડ-ટુ-હેડની વાત કરીએ તો IPLમાં બંને ટીમો વચ્ચે કુલ 27 મેચ થઈ છે. જેમાં KKR એ 18 મેચ જીતી છે, જ્યારે SRH એ 9 મેચ જીતી છે. વર્તમાન સિઝનમાં, બંને ટીમો વચ્ચે બે મેચ રમાઈ હતી અને બંને મેચ KKR એ જીતી છે.
સંભવિત પ્લેઈંગ ઈલેવન
KKR - સુનીલ નારાયણ, રહેમાનુલ્લા ગુરબાઝ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), નીતિશ રાણા, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિચેલ સ્ટાર્ક, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.
SRH - ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ, હેનરિચ ક્લાસેન, નીતિશ કુમાર રેડ્ડી, અબ્દુલ સમદ, મયંક માર્કન્ડે, પેટ કમિન્સ (કેપ્ટન), જયદેવ ઉનડકટ અને ભુવનેશ્વર કુમાર.








