Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Good news for football fans After Messi, Ronaldo may also come to India

ફૂટબોલ ફેન્સ માટે સારા સમાચાર: મેસ્સી પછી રોનાલ્ડો પણ ભારત આવી શકે; ફૂટબોલ મેચ રમશે

Timeછેલ્લું અપડેટ : 15 Aug 2025
લાઇવ ટીવીGoogle News
ફૂટબોલ ફેન્સ માટે સારા સમાચાર: મેસ્સી પછી રોનાલ્ડો પણ ભારત આવી શકે; ફૂટબોલ મેચ રમશે
સોર્સ : GSTV

પોર્ટુગલના દિગ્ગજ ફૂટબોલ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના આખા વિશ્વમાં ઘણા ફેન્સ છે. ભારતમાં પણ તેની ફેન ફોલોવિંગ વધારે છે. રોનાલ્ડોના ભારતીય ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. લિયોનેલ મેસ્સી પછી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ ભારત આવી શકે છે. રોનાલ્ડો અહીં ફૂટબોલ મેચ રમી શકે છે.

App Store

રોનાલ્ડો ભારતમાં ફૂટબોલ મેચ રમી શકે

AFC ચેમ્પિયન્સ લીગ ટૂના ડ્રૉમાં ભારતની FC ગોવા ટીમને ગ્રુપ ડીમાં અલ-નસ્ર ટીમ સાથે રાખવામાં આવી છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ અલ-નસ્ર ટીમ તરફથી ફૂટબોલ રમે છે.

કોન્ટ્રાક્ટમાં સામેલ ક્લૉઝ મુશ્કેલી ઉભી કરી શકે

AFC ચેમ્પિયન્સ લીગ ટૂના ડ્રૉમાં ગ્રુપ ડીમાં ભારતની AFC ગોવા ટીમ સિવાય અલ-નસ્ર, ઇરાકની અલ-જાવરા'આ અને તજાકિસ્તાનની AFC ઇસ્તિકલોલને પણ જગ્યા મળી છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો જો ફિટ રહે છે તો તે ભારતમાં આ મેચ રમવા માટે આવી શકે છે પરંતુ તેના કોન્ટ્રાક્ટમાં સામેલ એક ક્લૉઝ મુશ્કેી ઉભી કરી શકે છે જેમાં તેને કોઇ પણ ટૂર્નામેન્ટમાં વિદેશમાં યોજાનાર મુકાબલામાં પ્રવાસ કરતા રોકે છે. 

AFC ચેમ્પિયન્સ લીગ ટૂ ટૂર્નામેન્ટમાં ટીમોએ પોતાના ઘરઆંગણા સિવાય વિદેશમાં પણ મેચ રમવી પડશે. કૂલ 32 ટીમ આ ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહી છે જેમાં 16-16ની ટીમને ઇર્સ્ટ અને વેસ્ટ ઝોનમાં વહેંચવામાં આવી છે. તે બાદ ચાર-ચારના 8 ગ્રુપમાં તમામ ટીમોને રાખવામાં આવી છે અને તેમાં દરેક ગ્રુપમાં ટોપ-2માં રહેનારી ટીમ રાઉન્ડ ઓફ 16 માટે પોતાની જગ્યા પાક્કી કરશે.

16 સપ્ટેમ્બરથી 24 ડિસેમ્બર સુધી ગ્રુપ સ્ટેજ મેચ રમાશે

ગ્રુપ સ્ટેજ મુકાબલાના શેડ્યૂલની વાત કરવામાં આવે તો 16 સપ્ટેમ્બરથી લઇને 24 ડિસેમ્બર સુધી રમાશે. તે બાદ રાઉન્ડ ઓફ 16 મેચની શરૂઆત વર્ષ 2026માં થશે જે 10થી લઇને 19 ફેબ્રુઆરી સુધી રમાશે. ક્વાર્ટર ફાઇનલ મેચ 3થી 12 માર્ચ સુધી રમાશે જ્યારે સેમિ ફાઇનલ મેચ 7થી 15 એપ્રિલ વચ્ચે રમાશે. AFC ચેમ્પિયન્સ લીગની ફાઇનલ મેચ 16 મેએ રમાશે.

મેસ્સી પણ આવશે ભારત

વિશ્વનો દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી  આ વર્ષે બે અલગ અલગ વખત ભારતની મુલાકાત લે તેવી શક્યતા છે. મેસ્સી ઓક્ટોબર-નવેમ્બરમાં કેરળમાં આર્જેન્ટીનાની ફૂટબોલ ટીમ સાથે ભારત આવે તેવી શક્યતા છે. આર્જેન્ટીનાની ટીમ કેરળમાં પ્રેક્ટિસ મેચ રમશે. મેસ્સી આ સિવાય ડિસેમ્બરમાં કોલકાતા, અમદાવાદ,મુંબઇ અને નવી દિલ્હીનો પ્રવાસ કરી શકે છે.