મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ગૌતમ ગંભીર ભારતીય ટીમના નવા હેડ કોચ બન્યા, BCCI દ્વારા કરાઈ જાહેરાત

ભારતીય ટીમ હાલ ટી-20 શ્રેણી માટે ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ટીમ ઈન્ડિયાના નવ

ગૌતમ ગંભીર ભારતીય ટીમના નવા હેડ કોચ બન્યા, BCCI દ્વારા કરાઈ જાહેરાત

ભારતીય ટીમ હાલ ટી-20 શ્રેણી માટે ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ ગૌતમ ગંભીર બન્યા છે. નવા મુખ્ય કોચ તરીકે ગંભીરની નિમણૂકની જાહેરાત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહ દ્વારા કરવામાં આવી છે. ગંભીરનો કાર્યકાળ જુલાઈ 2027 સુધી રહેશે.

દ્રવિડનો કાર્યકાળ પૂરો થયા બાદ ઘણા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે,  ગૌતમ ગંભીરના ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનશે.  હવે આ મામલે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. હાલમાં ભારતીય ટીમ શુભમન ગિલની કેપ્ટનશીપમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર છે. આ પછી તે શ્રીલંકા પ્રવાસ પર જશે. જ્યાં ગંભીર ચાર્જ સંભાળશે.

દ્રવિડનો કાર્યકાળ T-20 વર્લ્ડ કપ 2024 બાદ સમાપ્ત થયો હતો

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ T-20 વર્લ્ડ કપ 2024 બાદ સમાપ્ત થઈ ગયો હતો. દ્રવિડે T20 વર્લ્ડ કપ 2021 બાદ મુખ્ય કોચનું પદ સંભાળ્યું હતું. જો કે તેમનો કાર્યકાળ માત્ર ODI વર્લ્ડ કપ 2023 સુધીનો હતો, પરંતુ BCCIએ ટી-20 વર્લ્ડકપ સુધી લંબાવ્યો હતો. 

ગંભીરે 2011ના વન-ડે વર્લ્ડકપ જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી

2011ના વન-ડે વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આઈપીએલમાં ગંભીરે  કોલકતા નાઈડ રાઈડર્સની ટીમને તેની આગેવાનીમાં બે વાર ચેમ્પિયન બનાવી હતી. 

આ સમાચાર શેર કરો