મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ટીમ ઇન્ડિયાના કોચ મા-બેનની ગાળો બોલતા હતા, પૂર્વ ભારતીય ક્રિકેટરના ગંભીર આરોપ

ભારતીય ટીમના વર્તમાન હેડ કોચ ગૌતમ ગંભીર અને પૂર્વ ભારતીય ખેલાડી મનોજ તિવારી વચ્ચે પહેલા

ટીમ ઇન્ડિયાના કોચ મા-બેનની ગાળો બોલતા હતા, પૂર્વ ભારતીય ક્રિકેટરના ગંભીર આરોપ

ભારતીય ટીમના વર્તમાન હેડ કોચ ગૌતમ ગંભીર અને પૂર્વ ભારતીય ખેલાડી મનોજ તિવારી વચ્ચે પહેલા પણ કેટલીક વખત વિવાદ થઇ ચુક્યો છે. વર્ષ 2015માં દિલ્હી અને બંગાળ વચ્ચે રણજી ટ્રોફી મેચ દરમિયાન બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. મનોજ તિવારીએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે આ કોઇ એકમાત્ર ઘટના નહતી. જ્યારે તે અને ગૌતમ ગંભીર IPL ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સનો ભાગ હતા તે દરમિયાન પણ આવી કેટલીક ઘટનાઓ બની ચુકી હતી.

અચાનક મારા પર ગુસ્સે થતા હતા ગંભીર- મનોજ તિવારી

મનોજ તિવારીએ કહ્યું, 'મને કારણ વગર ઠપકો આપવામાં આવતો હતો. મને સમજમાં નહતું આવતું કે તે મને કેમ નિશાન બનાવે છે. જ્યારે હું 2010માં KKR (કોલકાતા નાઇટ રાઇડર્સ)માં આવ્યો ત્યારે તેની અને મારી વચ્ચે સારી મિત્રતા હતી. તે પછી અચાનક તે મારા પર ગુસ્સે થઇ જતો હતો. તેણે ખૂબ જ દુ:ખદાયક શબ્દોનો ઉપયોગ કરતો હતો. તે મા-બેનની ગાળો બોલતો હતો.'

મનોજ તિવારીએ કહ્યુ, '...પછી, જ્યારે મેં તેના વિશે વિચારવાનું શરૂ કર્યું ત્યારે મને સમજાયું કે KKRના બધા સ્થાનિક ક્રિકેટરોમાંથી હું એકમાત્ર એવો હતો જે સતત સારૂં પ્રદર્શન કરતો હતો. હું એક આશાસ્પદ યુવા હોવાથી મીડિયા મારા પર વધુ ધ્યાન આપી રહ્યું હતું. કદાચ આ જ કારણ છે કે મારા પ્રત્યે તેનો પ્રતિભાવ સારો નહતો.'

સૌથી વધુ રન બનાવ્યા બાદ પણ ટીમમાંથી બહાર કરવાની આપી ધમકી

પૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ કહ્યું, 'વર્ષ 2015ની રણજી ટ્રોફીમાં અમારી વચ્ચે લડાઇ થઇ હતી. તે પહેલાં તે મારા પર ગુસ્સો થયો હતો. 

39 વર્ષીય ખેલાડીએ કહ્યું, '2015ની રણજી ટ્રોફીમાં અમારી વચ્ચે લડાઈ થઈ હતી. તે પહેલાં તે મારા પર ગુસ્સે હતો. KKRમાં અમે દલીલ કરી હતી.KKRના બેટિંગ ક્રમમાં મને સતત નીચે ધકેલી દેવામાં આવી રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા સામેની ફ્રેન્ડલી મેચમાં, હું સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. મેં 129 રન બનાવ્યા હતા જ્યારે તેણે (ગંભીર) 110 રન બનાવ્યા હતા. તો પણ, તે ગુસ્સે થયો હતો. મે સનસ્ક્રીન લગાવી રાખી હતી ત્યારે અચાનક તે મારી પાસે આવ્યો અને મારા પર બૂમો પાડવા લાગ્યો અને કહેવા લાગ્યો 'તું અહીં શું કરી રહ્યો છે?' બાકીના બધા મેદાનમાં છે.'

આ પણ વાંચો:ખેલાડીનો અમ્પાયર સાથે થયો ઝઘડો, મેચ 15 મિનિટ માટે રોકી... BCCI એ લગાવ્યો પ્રતિબંધ, જાણો સમગ્ર મામલો

ઇડન ગાર્ડનમાં પણ થયો હતો ઝઘડો

મનોજ તિવારીએ કહ્યું, 'એકવાર ઇડન ગાર્ડન્સમાં મારી બેટિંગ પોઝિશનને લઇને અમારી વચ્ચે ઉગ્ર દલીલ થઇ હતી.હું ગુસ્સે થઇને વોશરૂમમાં ગયો હતો. તે અંદર આવ્યો અને કહ્યું, 'આ પ્રકારનું વલણ નહીં ચાલે, હું તમને રમવા નહીં દઉં. મને આવા શબ્દો ક્યારેય પસંદ આવ્યા નહતા. તે મને ધમકાવી રહ્યો હતો. વસીમ અકરમ પણ વોશરૂમમાં આવ્યો, તે અમારો બોલિંગ કોચ હતો તેથી તેને મામલો શાંત પાડ્યો હતો. વસીમ અકરમે કહ્યું, 'તું શાંત થઇ જા, તે કેપ્ટન છે.' તે સમજી ગયો હતો કે શું ચાલી રહ્યું છે. થોડા વર્ષો પહેલા તેણે મારી પ્રતિભા વિશે સારી વાતો કહી હતી.

આ સમાચાર શેર કરો