Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Former cricketer claims that stadiums are empty because of Rohit and Virat

Asia Cup 2025 / રોહિત શર્મા અને વિરાટ કોહલીના કારણે ખાલી છે સ્ટેડિયમ! પૂર્વ ક્રિકેટરે કર્યો દાવો

Timeછેલ્લું અપડેટ : 12 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Asia Cup 2025 / રોહિત શર્મા અને વિરાટ કોહલીના કારણે ખાલી છે સ્ટેડિયમ! પૂર્વ ક્રિકેટરે કર્યો દાવો
સોર્સ : Google

ભારતના પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ રવિવારે એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચની બધી ટિકિટો ન વેચવાનું કારણ આપ્યું છે. ચોપરાએ કહ્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેરહાજરી આનું એક મોટું કારણ છે. ચોપરાએ કહ્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલી બંને ફેન્સના પ્રિય છે અને ફેન્સ તેમને જોવા માટે સ્ટેડિયમમાં આવે છે. જોકે, તેમની ગેરહાજરીની અસર ટિકિટ વેચાણ પર સ્પષ્ટપણે દેખાય છે.

App Store

આકાશ ચોપરાએ શું કહ્યું?

આકાશ ચોપરાએ કહ્યું, "જ્યારે વિરાટ કોહલી રણજી ટ્રોફી મેચ રમવા ગયો ત્યારે સ્ટેડિયમ લગભગ ભરાઈ ગયું હતું. તેની ગેરહાજરી ટિકિટો ઝડપથી ન વેચાવાનું એક મોટું કારણ છે."

ચોપરાએ ધ્યાન દોર્યું કે UAEમાં ક્રિકેટ ફેન્સ દ્વારા સ્ટેડિયમ ઝડપથી ભરાઈ જાય છે, પરંતુ આ વખતે મેદાન ખાલી છે. બાંગ્લાદેશ, ભારત અને અફઘાનિસ્તાને તેમની મેચ રમી છે, પરંતુ સ્ટેડિયમમાં દર્શકોની ભીડ નહતી. ચોપરાએ સ્પષ્ટતા કરી કે ટિકિટના ભાવ ઊંચા હોવાથી આવું નથી. એવું પણ નથી કે લોકોને અઠવાડિયાના દિવસોમાં મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવવામાં મુશ્કેલી પડે છે.

બે ખેલાડીઓને કારણે

આકાશ ચોપરાએ તે અંગે પણ ધ્યાન દોર્યું રોહિત શર્મા અને વિરાટ કોહલી તેમના દિવસોમાં કેવી રીતે ફરક બતાવતા હતા. તેણે કહ્યું, "જો આ બે ખેલાડીઓ હોત, તો સ્ટેડિયમમાં બમણા લોકો જોવા મળ્યા હોત. ધારો કે જો શરૂઆતમાં 5,000 લોકો આવ્યા હતા, તો જો રોહિત-કોહલી રમ્યા હોત, તો દર્શકોની સંખ્યા ઓછામાં ઓછી 10થી 15 હજાર હોત. ફેન્સને તેમને રૂબરૂ જોવાની એક દુર્લભ તક મળી હોત અને આ તેમની ગેરહાજરીનો પ્રભાવ છે."

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે એશિયા કપમાં તેના અભિયાનની વિજયી શરૂઆત કરી હતી. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમે તેની પહેલી મેચમાં UAEને 9 વિકેટથી હરાવ્યું હતું. હવે ભારતીય ટીમ 14 સપ્ટેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાનનો સામનો કરશે.