મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

BCCIના પૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ ખરીદી ટીમ, હવે આ લીગમાં ઝંડો ફરકાવશે કોલકાતાના ટાઈગર્સ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને BCCIના પૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ કાર રેસિંગની દુનિયામાં પ્રવેશ

BCCIના પૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ ખરીદી ટીમ, હવે આ લીગમાં ઝંડો ફરકાવશે કોલકાતાના ટાઈગર્સ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને BCCIના પૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ કાર રેસિંગની દુનિયામાં પ્રવેશ કર્યો છે. આ વર્ષે ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલની ત્રીજી સીઝન ઓગસ્ટથી સપ્ટેમ્બર મહિનામાં આયોજિત થવા જઈ રહી છે. 2024ની સિઝનની શરૂઆત પહેલા સૌરવ ગાંગુલીએ કોલકાતા રોયલ ટાઈગર્સ રેસિંગ ટીમ ખરીદી છે. તમને જણાવી દઈએ કે કોલકાતાની ટીમ આ ફેસ્ટિવલમાં ડેબ્યુ કરશે, જેમાં હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, દિલ્હી, ગોવા, કોચી અને અમદાવાદની ટીમો પહેલાથી જ ભાગ લઈ રહી છે.

ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ શું છે?

ઇન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ એ એક મોટરસ્પોર્ટ ઇવેન્ટ છે જે રેસિંગ પ્રમોશન પ્રાઇવેટ લિમિટેડ (RRPL) અને J&K ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત, બે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે, જેમાંના દરેકમાં રેસિંગના પાંચ રાઉન્ડનો સમાવેશ થાય છે, જે ભારતમાં ઘણા પ્રતિષ્ઠિત સ્થળોએ યોજવામાં આવે છે. આમાં, ફોર્મ્યુલા 4 ઈન્ડિયન ચેમ્પિયનશિપ અને ઈન્ડિયન રેસિંગ લીગ ચેમ્પિયનશિપ નામની બે ચેમ્પિયનશિપ પણ દાવ પર છે.

'ગાંગુલીના આગમનથી કાર રેસિંગની લોકપ્રિયતા વધશે'

સૌરવ ગાંગુલી ભારતના મહાન ક્રિકેટરોમાંના એક છે અને તે દેશભરમાં ખૂબ જ લોકપ્રિય છે. આવી સ્થિતિમાં, તેનું કોલકાતા રોયલ ટાઈગર્સ રેસિંગ ટીમના માલિક બનવું ભારતમાં મોટરસ્પોર્ટને પ્રોત્સાહન આપવાનું કામ કરશે. RRPLના મેનેજિંગ ડિરેક્ટર અખિલેશ રેડ્ડીએ મોટરસ્પોર્ટમાં સૌરવ ગાંગુલીની રુચિને આવકારીને કહ્યું, “મોટરસ્પોર્ટ હંમેશા મારા માટે જુસ્સો રહ્યો છે અને કોલકાતા રોયલ ટાઈગર્સ સાથે મળીને અમે ઈન્ડિયન રેસિંગ ફેસ્ટિવલ દ્વારા ભારતમાં એક નવી ઓળખ બનાવીશું. સાથે જ અમે મોટરસ્પોર્ટને પસંદ કરતા લોકોની નવી પેઢી તૈયાર કરીશું. અમે સૌરવ ગાંગુલીનું કોલકાતા ફ્રેન્ચાઈઝીના માલિક તરીકે સ્વાગત કરીએ છીએ.

આ સમાચાર શેર કરો