મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમમાં ભારત અંગે વાત કરવા પર પ્રતિબંધ, કેપ્ટને કર્યો ખુલાસો

ટી-20 ઇમર્જિંગ એશિયા કપ 18 ઓક્ટોબરથી શરૂ થવાનો છે. ભારત તેની પ્રથમ મેચ 19 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ર

પાકિસ્તાનના ડ્રેસિંગ રૂમમાં ભારત અંગે વાત કરવા પર પ્રતિબંધ, કેપ્ટને કર્યો ખુલાસો

ટી-20 ઇમર્જિંગ એશિયા કપ 18 ઓક્ટોબરથી શરૂ થવાનો છે. ભારત તેની પ્રથમ મેચ 19 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમશે. આ દરમિયાન પાકિસ્તાન A ટીમના કેપ્ટન મોહમ્મદ હરીસ એક મોટો ખુલાસો કરતા કહ્યું છે કે, ટુર્નામેન્ટ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં ટીમને ભારત વિશે વાત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

કેપ્ટન મોહમ્મદ હરીસે કહ્યું હતું કે, 'હું તમને એક વાત કહું, આવું પહેલીવાર બન્યું હશે કે, ડ્રેસિંગ રૂમમાં ભારત અંગે વાત કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોય. ડ્રેસિંગ રૂમમાં માત્ર ભારત વિશે વાત કરવાથી ટીમ પર બિનજરૂરી દબાણ વધે છે. ટુર્નામેન્ટમાં અન્ય ટીમો પણ છે જેની સાથે અમારે રમવાનું છે.' 

'તમારે ભારત વિશે વિચારવાનું નથી'

વધુમાં હરીસે જણાવ્યું કે, 'તમારે ભારત વિશે  વિચારવાનું નથી. અમારે બીજી ટીમો વિશે પણ વિચારવું પડશે. હું પાકિસ્તાનની એક સિનિયર ટીમમાં છું, અગાઉનો વર્લ્ડકપ પણ રમી ચૂક્યો છું. એટલું બધું દબાણ હોય છે કે, તમે માનસિક રીતે ભારત વિશે વિચારતા જ રહો છો. અમારે અન્ય ટીમોનો પણ મેદાનમાં સામનો કરવાનો છે.'

ભારતે 2013ની પહેલી ટૂર્નામેન્ટમાં જીત મેળવી હતી

આ ટુર્નામેન્ટ પહેલી વખત T20 ફોર્મેટમાં રમાઈ રહી છે. અગાઉ છેલ્લી પાંચ ટૂર્નામેન્ટ વન-ડે ફોર્મેટમાં રમાઈ હતી. ભારતે વર્ષ 2013ની પહેલી ટૂર્નામેન્ટમાં જીત મેળવી હતી. જ્યારે પાકિસ્તાન છેલ્લા બે વખતથી આ ટ્રોફી જીતી રહ્યું છે. 2023માં ભારતને ફાઇનલમાં પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ સમાચાર શેર કરો