Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Even after the defeat in the Ashes series! There was an uproar when the VIDEO of the cricketers' party surfaced.

એશિઝ સીરિઝમાં હાર બાદ પણ ટીમ રહી ચર્ચામાં! ક્રિકેટરોની પાર્ટીના VIDEO સામે આવતા થયો હોબાળો

Timeછેલ્લું અપડેટ : 24 Dec 2025
લાઇવ ટીવીGoogle News
એશિઝ સીરિઝમાં હાર બાદ પણ ટીમ રહી ચર્ચામાં! ક્રિકેટરોની પાર્ટીના VIDEO સામે આવતા થયો હોબાળો
સોર્સ : GSTV

ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એકતરફ મેદાન પર ઈંગ્લેન્ડની ટીમ માત્ર 11 દિવસના રમત બાદ જ એશેઝ સીરિઝ ગુમાવી ચૂકી છે, તો બીજી તરફ મેદાનની બહાર ખેલાડીઓની શિસ્તહીનતાએ બોર્ડની ચિંતામાં વધારો કર્યો છે. દારૂની મહેફિલ અને નશામાં ધૂત ખેલાડીઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ હવે ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ(ECB)એ તપાસના આદેશ આપ્યા છે.

App Store

માત્ર 11 દિવસમાં એશેઝ ગુમાવી

ઓસ્ટ્રેલિયા સામેની પ્રતિષ્ઠિત એશેઝ સીરિઝમાં ઈંગ્લેન્ડનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું છે. શરૂઆતની ત્રણેય મેચમાં હાર સાથે જ ઈંગ્લેન્ડ સીરિઝ હારી ગયું છે. ખેલાડીઓનું વ્યક્તિગત પ્રદર્શન કંગાળ રહ્યું છે, જેના કારણે ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

નશામાં ધૂત ખેલાડીઓના વીડિયો વાઇરલ

મેદાન પર હાર બાદ ખેલાડીઓ નૂસામાં બ્રેક દરમિયાન દારૂની પાર્ટી કરતા ઝડપાયા છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોમાં સ્ટાર બેટર બેન ડકેટ દારૂના નશામાં એટલો ધૂત દેખાય છે કે તે પોતાના હોટલના રૂમનો રસ્તો પણ શોધી શકતો નથી. વીડિયોમાં કોઈ વ્યક્તિ તેને મજાકમાં પૂછતી સંભળાય છે કે, 'શું તારે ટ્રેનિંગ ગ્રાઉન્ડ સુધી જવા માટે ટેક્સીની જરૂર છે?'

બીજી તરફ, યુવા ઓલરાઉન્ડર જેકબ બેથેલ પણ વિવાદમાં સપડાયો છે. એક વીડિયોમાં તે 'વેપિંગ'(ઈ-સિગારેટ) કરતો જોવા મળે છે, જ્યારે અન્ય એક વીડિયોમાં તે નાઈટક્લબમાં કોઈ અજાણી વ્યક્તિ સાથે ડાન્સ કરતો દેખાય છે.

ક્રિકેટ ડાયરેક્ટરે આપ્યા તપાસના આદેશ

ઈંગ્લેન્ડ મેન્સ ટીમના મેનેજિંગ ડાયરેક્ટર રોબ કી એ આ મામલાને ગંભીરતાથી લીધો છે. તેમણે જણાવ્યું હતું કે, 'અમને દારૂથી કોઈ પરહેજ નથી, પરંતુ હદથી વધારે નશો કરવો તે ખતરનાક અને અસ્વીકાર્ય છે.' રોબ કી એ પુષ્ટિ કરી છે કે બોર્ડ આ સમગ્ર ઘટનાની તપાસ કરશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ જેકબ બેથેલ અને હેરી બ્રુકના આવા વીડિયો સામે આવ્યા હતા, ત્યારે તેમને માત્ર અનૌપચારિક ચેતવણી આપીને છોડી દેવામાં આવ્યા હતા. પરંતુ હવે સીરિઝમાં હાર બાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.

ECBનું સત્તાવાર નિવેદન

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ(ECB)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, 'અમે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા કન્ટેન્ટથી વાકેફ છીએ. અમારા ખેલાડીઓ હંમેશા લોકોની નજરમાં હોય છે. જ્યારે તેમનું વર્તન અપેક્ષા મુજબનું હોતું નથી, ત્યારે અમે નિર્ધારિત પ્રક્રિયાઓ હેઠળ કડક કાર્યવાહી કરીએ છીએ.'

હવે જોવાનું એ રહેશે કે એશેઝમાં હાર અને આ નશાખોરીના વિવાદ બાદ ઈંગ્લેન્ડ બોર્ડ ખેલાડીઓ સામે કેવા પગલાં ભરે છે.