મુલતાનનો નવો સુલતાન બન્યો ઇંગ્લેન્ડનો હેરી બ્રુક, ત્રેવડી સદી ફટકારી તોડ્યો સેહવાગનો રેકોર્ડ
ઇંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુકે પાકિસ્તાન સામે ટેસ્ટ મેચમાં ત્રેવડી સદી ફટકારીને

ઇંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુકે પાકિસ્તાન સામે ટેસ્ટ મેચમાં ત્રેવડી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો છે. હેરી બ્રુકની કરિયરની આ પ્રથમ ત્રેવડી સદી છે. હેરી બ્રુકે ટેસ્ટમાં બીજા નંબરની સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારી હતી. મુલતાનમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારી હેરી બ્રુકે સેહવાગનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
હેરી બ્રુકની ત્રેવડી સદી
ઇંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુકે ટેસ્ટમાં પાકિસ્તાન સામે રમતા 322 બોલમાં 29 ફોર અને 3 સિક્સરની મદદથી 317 રન બનાવ્યા હતા.હેરી બ્રુકે 310 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી. ટેસ્ટમાં સૌથી ઝડપી ત્રેવડી સદીનો રેકોર્ડ ભારતના વિરેન્દ્ર સેહવાગના નામે છે. સેહવાગે 2008માં દક્ષિણ આફ્રિકા સામે 278 બોલમાં ત્રેવડી સદી ફટકારી હતી.
ગેલની બરાબરી કરી- સેહવાગનો રેકોર્ડ તૂટતા બચ્યો
હેરી બ્રુકે ટેસ્ટમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન મામલે વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેન ક્રિસ ગેલની બરાબરી કરી હતી. ક્રિસ ગેલે પણ 317 રન બનાવ્યા હતા. જોકે, હેરી બ્રુક વિરેન્દ્ર સેહવાગના ટેસ્ટમાં સૌથી વધુ રન (319)નો રેકોર્ડ તોડી શક્યો નહતો. ટેસ્ટમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ રનનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના બ્રાયન લારાના નામે છે. બ્રાયન લારાએ ઇંગ્લેન્ડ સામે 2004માં 400* રન ફટકાર્યા છે.
મુલતાનનો નવો સુલતાન બન્યો હેરી બ્રુક
પાકિસ્તાન વિરૂદ્ધ ઇંગ્લેન્ડના હેરી બ્રુકે ત્રેવડી સદી ફટકારી ઇતિહાસ રચી દીધો છે. હેરી બ્રુકે મુલતાનમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારી હતી. હેરી બ્રુકે 310 બોલમાં જ 300 રન પુરા કર્યા હતા. સેહવાગને 300 રન સુધી પહોંચવામાં 364 બોલનો સામનો કરવો પડ્યો હતો.








