VIDEO: ટીમ ઈન્ડિયાને અલવિદા કહેતા પહેલા રાહુલ દ્રવિડે આપી ફેરવેલ સ્પીચ, BCCIએ શેર કર્યો વીડિયો
ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ

ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. આ જીત બાદ ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા. આ દરમિયાન વર્લ્ડ કપની ટ્રોફી હાથમાં લીધા બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પણ પહેલીવાર અલગ રીતે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. મહત્વનું છેકે, રાહુલ દ્રવિડની ટીમ ઈન્ડિયા સાથે મુખ્ય કોચ તરીકેની આ છેલ્લી મેચ હતી. મેચ જિત્યા બાદ રાહુલ દ્રવિડની ફેરવેલ સ્પીચ બધાને ભાવુક કરી દેશે. BCCIએ ડ્રેસિંગ રૂમની અંદર દ્રવિડની સ્પીચનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમની લાગણીઓ વ્યક્ત કરી છે.
ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બન્યા બાદ રાહુલ દ્રવિડે ડ્રેસિંગ રૂમમાં કહ્યું, "મને આ અદ્ભુત યાદગીરીનો હિસ્સો બનાવવા માટે તમારા બધાનો આભાર. તમે બધા પણ આ ક્ષણને યાદ રાખશો. આ કોઈ રન કે વિકેટની વાત નથી. તમે તમારી કારકિર્દીને યાદ નહીં રાખો પણ આ પ્રકારની મુવમેન્ટને જરૂરથી યાદ રાખશો. હું તમારા બધા પર આનાથી વધુ ગર્વ કરી શકતો નથી, તમે જે રીતે મેદાન પર પ્રયાસો કર્યા. જે પ્રકારે આપણે એક ટીમવર્ક કર્યું. કંઈક નિરાશા હાથ લાગી, બોર્ડર લાઈન પર પહોંચીને પાર ન કરી શક્યા.
પોતાની સ્પીચમાં રાહુલ દ્વવિડે આગળ કહ્યું કે, "આ છોકરાઓએ જે કર્યું, તમે બધાએ જે કર્યું, સપોર્ટ સ્ટાફે જે કર્યું, આપણે જે હાર્ડવર્ક કર્યું, જે બલિદાન આપણે આપ્યું. આખા દેશને તમારા બધા પર ગર્વ છે અને તમે જે હાંસલ કર્યું છે તેના માટે તમને દરેકે પોતાના પર ગર્વ અનુભવવો જોઇએ, મને લાગે છે કે, પોતાના પરિવારને અહિંયા ઇન્જોય કરતા જોવા માટે દરેકે બલિદાન આપ્યુ છે.
રાહુલ દ્રવિડે કહ્યું કે, "તમારા દરેકનો આભાર. મારા પાસે બોલવા શબ્દો નથી. તમે બધાએ મારા અને કોચિંગ સ્ટાફ પર પ્રેમ બતાવ્યો તે બદલ આભાર.
રોહિત શર્માનો માન્યો આભાર
2023 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં હાર્યા બાદ રાહુલ દ્રવિડ મુખ્ય કોચના પદ પરથી હટી જવા માંગતા હતા પરંતુ રોહિત શર્માએ તેમને રહેવા માટે મનાવી લીધા હતા. દ્રવિડે રોહિત શર્માનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, "રોહિત, નવેમ્બરમાં મને તે ફોન કરીને હેડ કોચ બની રહેવા માટે કહ્યું તેના માટે ખૂબ જ દિલથી આભાર.
રાહુલ દ્રવિડ T20 વર્લ્ડ કપ 2024 સુધી ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રહ્યા હતા. ટૂર્નામેન્ટ સમાપ્ત થતાંની સાથે જ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો. હવે ટીમ ઈન્ડિયાને નવા હેડ મળશે. ટીમ ઈન્ડિયા સાથે દ્રવિડની સફર એક વિજેતા કોચ તરીકે પૂરી થઈ. ટીમને અલવિદા કહેતા પહેલા દ્રવિડે ડ્રેસિંગ રૂમમાં સ્પીચ આપી હતી.








