મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

IPL 2025માં વાપસી કરશે 'કેપ્ટન કોહલી', શું ફરી એકવાર RCBની કમાન સંભાળવા માંગે છે વિરાટ?

IPL 2025 માટે ખેલાડીઓને રીટેન્શનને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે RCBના ફેન્સ માટે સૌથ

IPL 2025માં વાપસી કરશે 'કેપ્ટન કોહલી', શું ફરી એકવાર RCBની કમાન સંભાળવા માંગે છે વિરાટ?

IPL 2025 માટે ખેલાડીઓને રીટેન્શનને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે RCBના ફેન્સ માટે સૌથી ચોંકાવનારા અને આનંદદાયક સમાચાર આવી રહ્યા છે. ત્રણ સિઝન પહેલા સુધી IPLમાં બેંગલુરુનો કેપ્ટન રહેલો વિરાટ કોહલી ફરી એકવાર ટીમનું નેતૃત્વ કરતો જોવા મળી શકે છે. IPL  રીટેન્શન ડેડલાઈન પહેલા આ મોટો દાવો સામે આવ્યો છે, જે મુજબ કોહલીએ ફરીથી બેંગલુરુની કેપ્ટનશિપ કરવાનું મન બનાવી લીધું છે. હવે આવું થશે કે નહીં તે નવેમ્બરમાં યોજાનાર મેગા ઓક્શન બાદ જ ખબર પડશે.

આ પણ વાંચો: IPL 2025 / રીટેન્શન પહેલા કઈ ટીમના પર્સમાં કેટલા પૈસા બાકી છે? નંબર વન પર છે આ ફ્રેન્ચાઈઝી

કોહલીએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી

વિરાટ કોહલીની કેપ્ટનશિપ અંગેનો આ દાવો એક વીડિયોમાં કરવામાં આવ્યો છે, જેમાં IPL રીટેન્શન અંગે ચર્ચા થઈ રહી હતી. આ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે વિરાટ કોહલીએ RCB મેનેજમેન્ટ સમક્ષ ફરી એકવાર ટીમની કેપ્ટનશિપ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કોહલી સતત 9 સીઝન સુધી RCBનો કેપ્ટન હતો પરંતુ ટ્રોફી જીતાડવામાં સફળ ન રહેવાને કારણે તેણે 2021 સિઝન બાદ રાજીનામું આપી દીધું હતું. ત્યારથી, ફાફ ડુ પ્લેસિએ સતત ત્રણ સિઝન માટે ટીમની કમાન સંભાળી છે.

RCB કેપ્ટનની શોધમાં છે

આગામી સિઝન માટે બેંગલુરુ ડુપ્લેસીસને રિટેન તેવી શક્યતાઓ ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં, સતત એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે RCB મેગા ઓક્શન દ્વારા કેએલ રાહુલ, રિષભ પંત અથવા શ્રેયસ અય્યરમાંથી કોઈ એકને ટીમનો કેપ્ટન બનાવવા પર વિચાર કરી રહ્યું છે. આમાં રાહુલનું નામ સૌથી આગળ છે, જેણે કારકિર્દીની શરૂઆતમાં બેંગલુરુમાં કેટલીક સિઝન વિતાવી હતી. પરંતુ હવે આ લેટેસ્ટ રિપોર્ટથી તમામ દાવા ખોટા સાબિત થતા જણાય છે. જો કોહલીએ ખરેખર કેપ્ટન બનવાની ઈચ્છા વ્યક્ત કરી હોય તો RCB તેને ના પાડે તેવી શક્યતા નથી કારણ કે કેપ્ટનશિપનો રેકોર્ડ ખરાબ હોવા છતાં કોહલી આ ફ્રેન્ચાઈઝીની ઓળખ છે.

વિરાટ 9 વર્ષમાં ટ્રોફી જીતાડી શક્યો નથી

જો IPLમાં વિરાટના કેપ્ટનશિપના રેકોર્ડની વાત કરીએ તો તેણે 2013ની સિઝનમાં કેપ્ટનશિપની જવાબદારી સંપૂર્ણ રીતે સંભાળી હતી પરંતુ તે ટીમ માટે એક વખત પણ ટ્રોફી જીતી શક્યો ન હતો. તેમની કપ્તાની હેઠળ, ફ્રેન્ચાઈઝીએ 2016માં માત્ર એક જ વાર ફાઈનલ રમી હતી, જેમાં ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારી હતી. કોહલીએ કુલ 143 મેચોમાં કેપ્ટનશિપ કરી જેમાંથી ટીમ માત્ર 66માં જ જીતી અને 70માં હારનો સામનો કરવો પડ્યો. જ્યાં સુધી છેલ્લી 3 સિઝનની વાત છે તો ડુપ્લેસીસની કેપ્ટન્સીમાં ટીમ 2022 અને 2024માં પ્લેઓફમાં પહોંચી હતી.

આ સમાચાર શેર કરો