Diamond League 2024 / કેટલા વાગ્યે શરૂ થશે નીરજ ચોપરાની ફાઈનલ મેચ? જાણો લાઈવ ટેલીકાસ્ટની વિગતો
ભારતીય સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા આજે બ્રસેલ્સ ડાયમંડ લીગની ફાઈનલમાં પોતાની પ્રતિભા બતાવીને મેડલ

ભારતીય સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા આજે બ્રસેલ્સ ડાયમંડ લીગની ફાઈનલમાં પોતાની પ્રતિભા બતાવીને મેડલ જીતવાનો પ્રયાસ કરશે. આ ફાઈનલમાં દરેક વ્યક્તિ નીરજ પાસેથી ગોલ્ડની અપેક્ષા રાખશે. હવે જોવાનું એ રહે છે કે આ વખતે નીરજનો ભાલો ક્યાં સુધી જાય છે. ચાલો અમે તમને જણાવીએ કે તમે 14મી સપ્ટેમ્બર એટલે કે આજે કયા સમયે નીરજ ચોપરાની મેચ જોઈ શકો છો.
નીરજ ચોપરાની મેચ કેટલા વાગ્યે શરૂ થશે?
નીરજ ચોપરાની મેચ આજે, 14 સપ્ટેમ્બર, શનિવારે મોડીરાત્રે 1:52 કલાકે શરૂ થશે. પરંતુ રાત્રે 12:00 વાગ્યે તારીખ અને દિવસ બદલાય જાય છે. તેથી, આ મેચ 15 સપ્ટેમ્બર રવિવારના રોજ યોજાશે.
નીરજ ચોપરાની મેચ ક્યાં જોઈ શકો છો?
નીરજ ચોપરા ઝ્યુરિચ ડાયમંડ લીગ અને લુસાને ડાયમંડ લીગમાં ભાગ લીધા બાદ 14 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. ટોપ-6 ખેલાડીઓ બ્રસેલ્સ ડાયમંડ લીગ માટે ક્વોલિફાય થયા છે. હવે તેની ફાઈનલ રમાશે. આવી સ્થિતિમાં ભારતીય ફેન્સ પણ આ મેચ માટે ખૂબ જ ઉત્સાહિત છે. તારીખ વિશે વાત કરીએ તો, નીરજ ચોપરા 14 સપ્ટેમ્બર 2024ના રોજ મોડીરાત્રે (15 સપ્ટેમ્બર) બ્રસેલ્સ, બેલ્જિયમમાં ડાયમંડ લીગ ફાઇનલમાં ભાગ લેતા જોવા મળશે.
નીરજ ચોપરાની મેચના પ્રસારણ અધિકારો ભારતમાં Sports18 નેટવર્ક પાસે છે, જે તેના સત્તાવાર OTT પ્લેટફોર્મ JioCinema પર મેચને ઓનલાઈન સ્ટ્રીમ કરશે. જ્યાં ફેન્સ તેમના મોબાઈલ, સ્માર્ટ ટીવી અને લેપટોપ પર તેનો આનંદ માણી શકે છે.
પેરિસ ઓલિમ્પિક 2025માં સિલ્વર જીત્યો
નીરજ ચોપરાને ગોલ્ડન બોય તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તેણે ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત માટે ગોલ્ડ જીત્યો હતો. જો કે, આ વખતે તે તેના પ્રદર્શનનું પુનરાવર્તન કરી શક્યો નહીં, તેમ છતાં તેણે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત માટે સિલ્વર જીત્યો હતો. ત્યારે ફરી એકવાર બધાની નજર નીરજ પર છે કે તે ભારત માટે ગોલ્ડ મેડલ જીતશે. તમને જણાવી દઈએ કે, પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીતનાર અરશદ નદીમ ડાયમંડ લીગની ફાઈનલ સુધી નથી પહોંચી શક્યો.








