MI Vs CSK : ધોનીએ હાર્દિકની ઓવરમાં ત્રણ બોલમાં ત્રણ છગ્ગા ફટકાર્યા
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં રવિવારે બીજો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં રવિવારે બીજો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં ખેલાઈ રહ્યો છે. જેમાં ચેન્નાઈએ 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 206 રન બનાવ્યા છે. જોકે, અંતિમ ઓવરમાં ધોનીએ હાર્દિક પંડ્યાને ધોઈ નાખ્યો હતો. ઉપરાછાપરી ત્રણ સિક્સ ફટકારી હતી.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી. અજિંક્ય રહાણે બીજી ઓવરમાં જ 5 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જોકે, રચિન પણ 21 રન બનાવીને શ્રેયસ ગોપાલનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ઋતુરાજ ગાયકવાડ અને ઈમ્પેકટ પ્લેયર શિવમ દુબેએ આક્રમક બેટિંગ કરીને ત્રીજી વિકેટ માટે 90 રનની ભાગીદારી કરી હતી. ગાયકવાડે 40 બોલમાં 5 સિક્સ અને 5 ફોરની મદદથી 69 રન બનાવ્યા હતા. જ્યારે દુબેએ અણનમ 66 રન બનાવ્યા હતા.
ધોનીએ 500ની સ્ટ્રાઈકથી બેટિંગ કરી
મુંબઈ તરફથી 20મી ઓવરમાં કેપ્ટન હાર્દિક પંડ્યાએ નાખી હતી. મિચેલ આઉટ થતા ધોની બેટિંગ કરવા આવ્યો હતો. ધોનીએ સતત ત્રણ બોલમાં સદી ફટકારી હતી. 4 બોલમાં 3 છગ્ગાની મદદથી 20 રન બનાવ્યા હતા. આમ ધોનીએ 500ની સ્ટ્રાઈકથી બેટિંગ કરી હતી.
બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટિમ ડેવિડ, મોહમ્મદ નબી, રોમારિયો શેફર્ડ, શ્રેયસ ગોપાલ, ગેરાલ્ડ કોત્ઝી, જસપ્રીત બુમરાહ અને આકાશ મધવાલ.
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK): રચિન રવીન્દ્ર, અજિંક્ય રહાણે, ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), ડેરીલ મિચેલ, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, સમીર રિઝવી, એમએસ ધોની (વિકેટકીપર), શાર્દૂલ ઠાકુર, તુષાર દેશપાંડે અને મુસ્તફિઝુર રહેમાન.








