Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Dharmendra Death: Cricket world mourns He-Man's death, Shikhar Dhawan's emotional post

Dharmendra Death: હિ-મેનના અવસાન પર ક્રિકેટ જગતમાં શોક, શિખર ધવનની ભાવુક પોસ્ટ

Timeછેલ્લું અપડેટ : 24 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Dharmendra Death: હિ-મેનના અવસાન પર ક્રિકેટ જગતમાં શોક, શિખર ધવનની ભાવુક પોસ્ટ
સોર્સ : GSTV

આજે દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના અવસાન થવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે હર કોઈ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની સાથે ક્રિકેટ જગતમાં પણ મોટી હસ્તીઓ હિ-મેનને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ધર્મેન્દ્રના અવસાન પર ક્રિકેટ જગતમાં પણ શોક છે. દરમિયાન ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવને સોશિયલ મીડિયા પર ભાવનાત્મક પોસ્ટ દ્વારા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી છે.

App Store

શિખર ધવને ધર્મેન્દ્ર દેઓલના નિધન બાદ સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. ધવને લખ્યું હતું કે, "તમે માત્ર કદમાં જ ઉંચા નહીં, પણ તમારી હિંમત પણ હંમેશા ઉંચી રહી. ધર્મેન્દ્રજી, અમને એ બતાવવા બદલ આભાર કે હિંમત (strength) દયાળુ હોઈ શકે છે. ઓમ શાંતિ."