Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / રમતગમત : Deepti Sharma achieved a big milestone, no Indian male cricketer has reached this feat.

દીપ્તિ શર્માએ હાંસલ કર્યો મોટો સિમાચિહ્ન, કોઈ ભારતીય પુરુષ ક્રિકેટર પણ આ સિદ્ધિ સુધી નથી પહોંચ્યો

Timeછેલ્લું અપડેટ : 27 Dec 2025
લાઇવ ટીવીGoogle News
દીપ્તિ શર્માએ હાંસલ કર્યો મોટો સિમાચિહ્ન, કોઈ ભારતીય પુરુષ ક્રિકેટર પણ આ સિદ્ધિ સુધી નથી પહોંચ્યો
સોર્સ : GSTV

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે તિરુવનંતપુરમમાં રમાયેલી ત્રીજી T20I મેચમાં (26 ડિસેમ્બરના રોજ) શ્રીલંકાની મહિલા ટીમને 8 વિકેટથી હરાવી હતી. હરમનપ્રીત કૌરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેને ભારતીય બોલરોએ યોગ્ય સાબિત કર્યો હતો. આ મેચમાં રેણુકા સિંહે 4 અને દીપ્તિ શર્માએ 3 વિકેટ લીધી હતી. આ સાથે, દીપ્તિ શર્માએ એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો, T20 ઈન્ટરનેશનલમાં તે 150 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બની ગઈ છે. કોઈ ભારતીય પુરુષ ક્રિકેટર પણ આ આંકડાને સ્પર્શી શક્યો નથી.

App Store

દીપ્તિ શર્માએ ઇતિહાસ રચ્યો

શ્રીલંકાની ઇનિંગની પહેલી જ વિકેટ દિપ્તિ શર્માએ લીધી, જેમાં તેણે વિરોધી ટીમની કેપ્ટન ચમારી અટાપટ્ટુને આઉટ કરી હતી. અટાપટ્ટુએ 12 બોલમાં ફક્ત 2 રન બનાવ્યા હતા. ત્યારબાદ દીપ્તિ શર્માએ કવિશા દિલહારી (20)ને આઉટ કરીને પોતાની 150મી T20 આંતરરાષ્ટ્રીય વિકેટ ઝડપી હતી. તે T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 150 વિકેટ મેળવનાર પ્રથમ ભારતીય બોલર બની ગઈ છે.

બોલર અર્શદીપ સિંહે લીધી છે 110 T20 વિકેટ

પુરુષોની ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર અર્શદીપ સિંહ છે, જેના નામે 110 T20 વિકેટ છે. દીપ્તિ શર્માએ ત્રીજી T20Iમાં માલશા શેહાનીને આઉટ કરીને પોતાની ત્રીજી વિકેટ લીધી હતી. તેણે ચાર ઓવરના સ્પેલમાં 4.50ના ઇકોનોમી રેટથી માત્ર 18 રન આપ્યા હતા.

ભારતે સીરિઝમાં અજેય લીડ મેળવી

ત્રીજી T20Iમાં, શ્રીલંકાની મહિલા ક્રિકેટ ટીમ પ્રથમ બેટિંગ કરતી વખતે ફક્ત 112 રન જ બનાવી શકી. લક્ષ્યનો પીછો કરતી વખતે, શેફાલી વર્માએ 79 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ફક્ત 42 બોલ સુધી ચાલેલી આ તોફાની ઇનિંગમાં, શેફાલીએ 3 છગ્ગા અને 11 ચોગ્ગા ફટકાર્યા હતા. દરમિયાન સ્મૃતિ મંધાનાનું બેટ ફોર્મમાં નહોતું, તે 6 બોલમાં 1 રન બનાવી આઉટ થઈ ગઈ હતી.

જેમીમા રોડ્રિગ્ઝે 15 બોલમાં 9 રનની ઈનિંગ રમી. હરમનપ્રીત કૌર 18 બોલમાં 21 રન બનાવી અણનમ રહી. ભારતીય મહિલા ટીમે 8 વિકેટથી મેચ જીતીને 5 મેચની સીરિઝમાં 3-0થી અજેય લીડ મેળવી લીધી છે.

28 વર્ષીય ઓલરાઉન્ડર છે દીપ્તિ શર્મા

દીપ્તિ શર્માના આંતરરાષ્ટ્રીય રેકોર્ડની વાત કરીએ તો તેણે ભારત માટે 5 ટેસ્ટ, 121 ODI અને 131 T20I મેચોમાં અનુક્રમે 20, 162 અને 151 વિકેટ લીધી છે. 28 વર્ષીય ઓલરાઉન્ડરે ભારતને વર્લ્ડ કપ જીતાડવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવી હતી.