'એક જ છે વિરાટ..' કોહલીએ ગણાવી શુભમન ગિલની ભૂલો! વીડિયો થયો વાયરલ તો ફેન્સ પણ ચોંકી ગયા
ક્રિકેટમાં ઘણીવાર ખેલાડીઓની સરખામણી દિગ્ગજો સાથે કરવામાં આવે છે. વિરાટની સરખામણી

ક્રિકેટમાં ઘણીવાર ખેલાડીઓની સરખામણી દિગ્ગજો સાથે કરવામાં આવે છે. વિરાટની સરખામણી સચિન સાથે જ્યારે શુભમન ગિલની સરખામણી વિરાટ કોહલી સાથે કરવામાં આવી હતી. વિરાટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તે શુભમન ગિલ સાથે પોતાની સરખામણી કરવા પર નારાજગી વ્યક્ત કરી રહ્યો છે. વીડિયોમાં વિરાટ પોતાને સચિન તેંડુલકર બાદ સર્વશ્રેષ્ઠ ગણાવતો જોવા મળ્યો હતો. પરંતુ વીડિયોનું સત્ય સામે આવ્યું છે.
વીડિયોમાં શું કહી રહ્યો છે વિરાટ?
આ વીડિયોમાં વિરાટ કોહલીને કહેતા સાંભળી શકાય છે કે, 'જ્યારે અમે ઓસ્ટ્રેલિયાથી પાછા ફર્યા ત્યારે મેં આકલન કર્યું હતું કે, સફળ થવા માટે કઈ વસ્તુઓ જરૂરી છે. હું શુભમન ગિલને નજીકથી જોતો રહ્યો. તેની પ્રતિભા પર કોઈ શંકા નથી પરંતુ ટેલેન્ટ શો કરવા અને લિજેન્ડ બનવામાં ઘણો ફરક છે. શુભમન ગિલ માટે એ સ્તર સુધી પહોંચવું ઘણું મુશ્કેલ છે.
ગિલની ટેકનિક ઉત્તમ
કોહલી આગળ કહે છે, 'ગિલની ટેકનિક શાનદાર છે, પરંતુ હું સ્પષ્ટ કરી દઉં કે તેને અમારાથી આગળ રાખવાની કોઈ જરૂર નથી. લોકો આગામી વિરાટ કોહલી વિશે વાત કરી રહ્યા છે, પરંતુ હું સ્પષ્ટ કરવા માગુ છું કે વિરાટ કોહલી માત્ર એક જ છે. મેં સૌથી ખતરનાક બોલરોનો સામનો કર્યો છે. સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં સારું પ્રદર્શન કર્યું છે અને એક દાયકા કરતાં વધુ સમયથી સતત આવું કર્યું છે. ભારતીય ક્રિકેટમાં એક 'ભગવાન' (સચિન તેંડુલકર) છે અને તેના પછી હું છું. આ એક માપદંડ છે. ગિલને ત્યાં પહોંચતા પહેલા ઘણો લાંબો રસ્તો કાપવાનો છે.
AI જનરેટેડ છે વીડિયો
આ વાયરલ વીડિયો એકદમ રિયલ લાગે છે. કારણ કે, આમાં વિરાટ કોહલીનો અવાજ અને તે વાત કરતા પણ જોવા મળે છે. જોકે, તેને AIની મદદથી બનાવવામાં આવ્યો છે. આ વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. આ વીડિયોને શેર કરતી વખતે ઘણા યુઝર્સ AIની ક્ષમતા પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે, તે કેટલું જોખમી હોઈ શકે છે. વિરાટ કોહલીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી. આ વીડિયો સંપૂર્ણપણે ફેક છે.






