IPL AUCTION: દીપક ચહરને લાગી લોટરી, મુંબઇ ઇન્ડિયન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auctionમાં દીપક ચહરને લોટરી લાગી છે. મુંબઇ ઇન્ડિયન્સે દીપક ચહરને 9.25 કરોડમાં ખરીદ્યો હતો. IPL Auc

IPL Auctionમાં દીપક ચહરને લોટરી લાગી છે. મુંબઇ ઇન્ડિયન્સે દીપક ચહરને 9.25 કરોડમાં ખરીદ્યો હતો. IPL Auctionના બીજા દિવસે ભારતીય બોલરોને લોટરી લાગી હતી.
દીપક ચહર આ પહેલા ચેન્નાઇ સુપરકિંગ્સ તરફથી રમતો હતો.દીપક ચહરને ખરીદવા માટે મુંબઇ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સે રસ દાખવ્યો હતો. અંતે મુંબઇ ઇન્ડિયન્સે દીપક ચહરને ખરીદી લીધો હતો.
દીપક ચહરે 2016માં રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ તરફથી રમતા IPLની શરૂઆત કરી હતી. 2016 અને 2017 આ ટીમ તરફથી રમતો હતો. 2018માં ચેન્નાઇ સુપરકિંગ્સે ખરીદ્યો હતો. તે બાદ IPL 2020 અને 2021માં પણ ચેન્નાઇ તરફથી રમ્યો હતો જેમાં તેને 12 અને 14 વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો: LIVE: ભૂવનેશ્વર કુમાર બીજા દિવસનો સૌથી મોંઘો ખેલાડી, 10.75 કરોડમાં RCBએ ખરીદ્યો
2022માં ઇજાને કારણે તે આઇપીએલ સિઝન રમી શક્યો નહતો. દીપક ચહરે 81 IPL મેચમાં 77 વિકેટ ઝડપી છે.






