ટીમ ઇન્ડિયાના હેડ કોચ માટે અરજી કરવાની ડેડલાઇન સમાપ્ત; ગંભીરને મનાવવાના પ્રયાસ
ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ પદ માટે અરજી કરવાની સમય સીમા સમાપ્ત થઇ ગઇ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બ

ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ પદ માટે અરજી કરવાની સમય સીમા સમાપ્ત થઇ ગઇ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને રેસમાં સૌથી આગળ ચાલી રહેલા પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે આ ઘટનાક્રમ પર કઇ કહ્યું નથી. કોલકાતા નાઇટ રાઇડર્સને ત્રીજી વખત IPL ટ્રોફી અપાવ્યા બાદ ગંભીરની દાવેદારી મજબૂત બની ગઇ છે. ડેડલાઇન ભલે સમાપ્ત થઇ ગઇ હોય પરંતુ બોર્ડ ઉતાવળના મૂડમાં નથી. ભારતીય ટીમને 1 જુલાઇ સુધી નવો કોચ મળી શકે છે.
સમાચાર એજન્સી અનુસાર કોઇ પણ મોટા વિદેશી નામે આ પદ માટે અરજી કરી નથી. BCCI સચિવ જય શાહે પહેલા જ સ્પષ્ટ કરી દીધુ છે કે બોર્ડ કોઇ એવા વ્યક્તિ પર વિચાર કરી રહ્યું છે જે રેન્કના માધ્યમથી ઉપર આવ્યો હોય.
શ્રીલંકા અને ઝિમ્બાબ્વેના પ્રવાસે NCAનો સીનિયર કોચ ટીમ સાથે જઇ શકે
BCCI પહેલા નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના પ્રમુખ લક્ષ્મણને દ્રવિડના ઉત્તરાધિકારી બનાવવા માંગતી હતી પરંતુ તેને કોચ બનવામાં કોઇ રસ બતાવ્યો નથી. ન્યૂઝ એજન્સીને એક સૂત્રએ કહ્યું, સમય સીમા બરાબર છે પરંતુ BCCIના અધિકારીઓએ કોઇ નિર્ણય પર પહોચ્યા પહેલા વધુ કેટલોક સમય લેવામાં કોઇ આપત્તિ નહીં હોય. ટીમ જૂન મહિનામાં મોટાભાગનો સમય ટી-20 વર્લ્ડકપમાં વ્યસ્ત રહેશે, તે બાદ સીનિયર્સને આરામ આપવામાં આવશે. શ્રીલંકા અને ઝિમ્બાબ્વેના પ્રવાસ પર NCAનો કોઇ સીનિયર કોચ ટીમ સાથે જઇ શકે છે.
ગૌતમ ગંભીર માટે શું છે સમસ્યા?
મહત્ત્વપૂર્ણ છે કે કોલકાતા નાઇટ રાઇડર્સના કો ઓનર શાહરૂખ ખાનના ગૌતમ ગંભીર સાથે સારો સંબંધ છે. એવામાં ભારતના પૂર્વ ઓપનર બેટ્સમેન માટે IPL ટીમ છોડવી આસાન નથી. વધુ એક પહેલુ છે જેના પર ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે કે ભારતના સીનિયર ખેલાડીઓનો તેના પર શું વિચાર છે? શું ગંભીર રાહુલ દ્રવિડની જગ્યા લઇ શકે છે?








