મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ઓસ્ટ્રેલિયનના આ ખેલાડી થોડા દિવસો પહેલા એનાઉન્સ કર્યું રિટાયરમેન્ટ, હવે વાપસી કરવા માટે છે ઉત્સુક

ઓસ્ટ્રેલિયાના ધમાકેદાર બેટ્સમેન ડેવિડ વોર્નરે

ઓસ્ટ્રેલિયનના આ ખેલાડી થોડા દિવસો પહેલા એનાઉન્સ કર્યું રિટાયરમેન્ટ, હવે વાપસી કરવા માટે છે ઉત્સુક

ઓસ્ટ્રેલિયાના ધમાકેદાર બેટ્સમેન ડેવિડ વોર્નરે ટી20 વર્લ્ડ કપ 2024માંથી ઓસ્ટ્રેલિયાના બહાર થયા બાદ રિટાયરમેન્ટની એનાઉન્સમેન્ટ કરી હતી. વોર્નરે પહેલા જ ટેસ્ટ અને વનડે ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું હતું અને હવે T20 ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ લીધા બાદ તે પ્રોફેશનલ ક્રિકેટ નહીં રમે. પરંતુ હાલમાં જ તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ચર્ચાનો વિષય બની છે, જેમાં તેણે કહ્યું છે કે, જો તેને તક મળશે તો તે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ઓસ્ટ્રેલિયન ટીમ માટે રમવા માટે ના નહીં પાડે. તો શું વોર્નર રિટાયરમેન્ટ પાછું લેવાનું વિચારી રહ્યો છે?

રિટાયરમેન્ટથી આવશો પાછો?

ડેવિડ વોર્નરે મોટું નિવેદન આપતા કહ્યું, "હું થોડા સમય માટે ફ્રેન્ચાઇઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખીશ. જો મારી પસંદગી થશે તો હું ઓસ્ટ્રેલિયા માટે ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે તૈયાર છું. આ ટીમને છેલ્લા કેટલાક સમયથી ઘણી સફળતા મળી છે અને આશા રાખું છું કે આગળ પણ મળતી રહેશે. પેટ કમિન્સ, હેડ કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડ અને સપોર્ટ સ્ટાફ જાણે છે કે, તેઓએ શું કરવાનું છે.

ફેન્સનો આભાર વ્યક્ત કર્યો 

ફેન્સનો આભાર વ્યક્ત કરતા વોર્નરે કહ્યું - હું દરેકનો આભાર માનવા માગુ છું. મારી પત્ની અને દીકરીઓએ ઘણું બલિદાન આપ્યું છે અને તેમના સમર્થન માટે હું તેમનો આભાર માનું છું. આપણે જેમાંથી પસાર થયા છીએ તે બીજી કોઈ વ્યક્તિ જાણી શકતી નથી. મને આશા છે કે, મેં તમામ ક્રિકેટ ફેન્સનું મનોરંજન કર્યું છે અને ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટને નવી વ્યાખ્યા આપી છે. હું ફેન્સ વિના તે વસ્તુ નહોતો કરી શકતો, જે અમને સૌથી વધુ ગમે છે.

ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા ઈચ્છશે ઓસ્ટ્રેલિયા

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે વર્ષ 2023 શાનદાર સાબિત થયું. પહેલા આ ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતને 209 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું અને પછી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં પણ ભારતને હરાવીને ઇતિહાસ રચ્યો. કમનસીબે, કાંગારૂ ટીમ 2024 T20 વર્લ્ડ કપના સુપર-8માં પણ જઈ શકી ન હતી. હવે આ ટીમની નજર આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી પર રહેશે.

આ સમાચાર શેર કરો