જબરા ફેન! દીકરીની સ્કૂલ ફી ભરવાને બદલે ધોનીને જોવા માટે ખર્ચી નાખ્યા 64 હજાર
મહેન્દ્ર સિંહ ધોની અને CSKના ફેન્સ ઘણીવાર અજીબોગરીબ વસ્તુઓ કરતા જોવા મળ્યા છે, પરંતુ હવે એ

મહેન્દ્ર સિંહ ધોની અને CSKના ફેન્સ ઘણીવાર અજીબોગરીબ વસ્તુઓ કરતા જોવા મળ્યા છે, પરંતુ હવે એક ફેને એવું કારનામું કર્યું છે, જેને જાણીને કદાચ તમે પણ ચોંકી જશો. એક ચેનલ પર એક ફેને તેની માતૃભાષામાં જણાવ્યું કે, તેણે CSKની મેચ જોવા માટે 64 હજાર રૂપિયા ખર્ચ્યા છે. એવું નથી કે મેદાનમાં ટિકિટની કિંમત 64 હજાર રૂપિયા હતી. ફેને કહ્યું કે, તેને ટિકિટ મળી નહોતી, તેથી તેણે બ્લેકમાં ટિકિટ ખરીદી અને માત્ર ટિકિટ ખરીદવા માટે તેણે આટલી મોટી રકમ ચૂકવી છે.
આ ફેને કહ્યું, "મને ટિકિટ ન મળી, તેથી મેં બ્લેકમાં ટિકિટ ખરીદી. મારે આ માટે 64 હજાર રૂપિયા ચૂકવવા પડ્યા અને હવે મારે મારા બાળકોની ફી ભરવાની બાકી છે, પરંતુ અમે ઓછામાં ઓછું એક વખત ધોનીને જોવા ઈચ્છતા હતા." આ ફેન અને તેની ત્રણ દીકરીઓ મેદાન પર રમતા ધોનીની એક ઝલક જોવા ઈચ્છતા હતા, જે તેમને મળી પણ ગયા છે. પરંતુ તેમની દીકરીઓની સ્કૂલની ફી ન ભરવાના તેમના ખુલાસાથી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. દીકરીઓની ફી ભરવાને બદલે મેચ જોવા આવવાના નિર્ણયને ઘણા લોકોએ ખોટો ગણાવ્યો છે.
બીજી તરફ આ વ્યક્તિની એક દીકરીએ કહ્યું, "મારા પપ્પાએ આ ટિકિટો ખરીદવા માટે ખૂબ જ મહેનત કરી છે. જ્યારે એમએસ ધોની રમવા આવ્યો ત્યારે અમે ખૂબ જ ખુશ હતા." પિતા અને 3 દીકરીઓની CSK ટી-શર્ટ પહેરીને આવ્યા હતા અને CSKના સમર્થનમાં સીટી પણ વગાડી હતી. ધોનીના ક્રેઝનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આઈપીએલ 2024માં જ્યારે પણ તે અત્યાર સુધી બેટિંગ કરવા આવ્યો છે ત્યારે આખું સ્ટેડિયમ દર્શકોની ચીસોના અવાજથી ગુંજી ઉઠ્યું હતું.






