INDVsAUS: ભારતને મળી ચોથી સફળતા, લાબુશેન પછી ઇંગ્લિશને જાડેજાએ કર્યો આઉટ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમાઇ રહી છે. ઓસ્ટ્

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમાઇ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 30 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 158 રન બનાવી લીધા છે. સ્ટીવ સ્મિથ (62) અને એલેક્સ કેરી (11) રને રમતમાં છે.
રવિન્દ્ર જાડેજાને મળી બે સફળતા
ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ ઝડપી હતી. લાબુશેન (29) પછી જોશ ઇંગ્લિશ (13)ને રવિન્દ્ર જાડેજાએ આઉટ કર્યો હતો. આ પહેલા મોહમ્મદ શમીએ ઓસ્ટ્રેલિયાના ઓપનર કૂપરને (0)ને રને આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. તે બાદ આક્રમક રમતા ટ્રેવિસ હેડ (39)ને વરૂણ ચક્રવર્તીએ શુભમન ગિલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરી ટીમ ઇન્ડિયા
પદ્માકર શિવાલકરના સન્મામનમાં ટીમ ઇન્ડિયા કાળી પટ્ટી બાંધીને મેદાનમાં રમવા માટે ઉતરી હતી. સ્પિનર શિવાલકર દેશના સર્વશ્રેષ્ઠ સ્પિનરમાંથી એક હતા જેમને ક્યારેય નેશનલ ટીમમાં રમવાની તક મળી નહતી. 84 વર્ષની વયે તેમનું નિધન થયું હતું.
બન્ને ટીમ આ રીતે છે
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, વરૂણ ચક્રવર્તી, મોહમ્મદ શમી
ઓસ્ટ્રેલિયા: કૂપર કોનલી, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન ડવાર્શીસ, નાથન એલિસ, એડમ ઝમ્પા, તનવીર સંઘા








