મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

VIDEO: ઈન્ડિયા ચેમ્પિયન્સે પાકિસ્તાનને હરાવીને WCL 2024નો ખિતાબ જીત્યો,પઠાણ અને રાયડુની દમદાર ઈનિંગ

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024નું ટાઇટલ ઇન્ડિયા ચેમ્પિયન્સે જીત્યું. બર્મિંગહામમાં રમાયેલી ફાઈ

VIDEO: ઈન્ડિયા ચેમ્પિયન્સે પાકિસ્તાનને હરાવીને WCL 2024નો ખિતાબ જીત્યો,પઠાણ અને રાયડુની દમદાર ઈનિંગ

વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2024નું ટાઇટલ ઇન્ડિયા ચેમ્પિયન્સે જીત્યું. બર્મિંગહામમાં રમાયેલી ફાઈનલ મેચ યુવરાજ સિંહના નેતૃત્વમાં ઈન્ડિયા ચેમ્પિયન્સે સરળતાથી જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 156 રન બનાવી શકી હતી અને જવાબમાં ભારતીય ચેમ્પિયન્સે 5 બોલમાં 5 વિકેટ ગુમાવીને આસાનીથી ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

ઈન્ડિયા ચેમ્પિયન્સની જીતનો હીરો હતો અંબાતી રાયડુ

ઈન્ડિયા ચેમ્પિયન્સની જીતનો હીરો અંબાતી રાયડુ હતા, રાયડુએ શાનદાર અડધી સદી ફટકારી હતી.યુસુફ પઠાણે 16 બોલમાં 30 રનની ઇનિંગ રમી હતી. બોલિંગમાં અનુરીત સિંહે 3 વિકેટ લીધી હતી.

પાકિસ્તાનની ઈનિંગ્સ

WCL 2024ની ફાઇનલમાં પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટે 156 રન બનાવ્યા હતા. બર્મિંગહામની પીચ બેટિંગ માટે સારી હતી, પરંતુ ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનને મોટો સ્કોર કરતા અટકાવ્યો હતો. શોએબ મલિકે સૌથી વધુ 41 રન બનાવ્યા હતા.

કામરાન અકમલ અને શોએબ મકસૂદને સારી શરૂઆત મળી, પરંતુ તેઓ મોટી ઇનિંગ્સ રમી શક્યા નહીં. કામરાને 24 અને શોએબ મકસૂદે 21 રન બનાવ્યા હતા. સોહેલ તનવીરે 9 બોલમાં 19 રન ફટકારીને પોતાની ટીમને  સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી.

ભારતીય બોલર્સની ઘાતક બોલિંગ

ભારતીય બોલરોની વાત કરીએ તો અનુરીત સિંહે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. ઈરફાન પઠાણે 12 રનમાં એક વિકેટ લીધી હતી. પવન નેગીએ 24 રનમાં એક વિકેટ લીધી હતી. વિનય કુમારને પણ સફળતા મળી. હરભજન સિંહ ફિટ ન હતો તેથી તેણે માત્ર એક ઓવર ફેંકી હતી.

આ સમાચાર શેર કરો