મુખ્ય સામગ્રી પર જાઓ
રમતગમત

ઓહ બાપ રે.. ભારત-પાકિસ્તાનની મેચમાં કાર પાર્કિંગનું ભાડું રૂ. 1 લાખ! : પૂર્વ ક્રિકેટરનો દાવો

ટી20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ક્રિકેટ પ્રેમીઓ ભારત અને પાકિસ્તાન

ઓહ બાપ રે.. ભારત-પાકિસ્તાનની મેચમાં કાર પાર્કિંગનું ભાડું રૂ. 1 લાખ! : પૂર્વ ક્રિકેટરનો દાવો

ટી20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ક્રિકેટ પ્રેમીઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની રાહ જોઈ રહ્યા છે. આ બંને ટીમ વચ્ચે હાઈવોલ્ટેજ મેચ નવમી જૂને ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ આ મેચની ટિકિટ અને પાર્કિંગ અંગે ઘટસ્ફોટ કર્યો છે. તેમણે કોમેન્ટ્રી દરમિયાન જણાવ્યું કે, 'આ મેચ જોવા આવતા લોકોએ કાર પાર્કિંગ માટે 1200 ડોલર (લગભગ એક લાખ રૂપિયા) ચૂકવવા પડશે.'

ભારત-પાકિસ્તાનની મેચની ટિકિટના ભાવ આસમાને

ભારત અને પાકિસ્તાનની મેચ જેમ નજીક આવી રહી છે. તેમ ટિકિટના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે. આ મેચ માટે ટિકિટની શરૂઆતની કિંમત 300 યુએસ ડોલર ( લગભગ 25000 રૂપિયા) રાખવામાં આવી છે. જો કે, સૌથી મોંઘી ટિકિટના ભાવ 10,000 યુએસ ડોલર (લગભગ 8.3 લાખ રૂપિયા) કહેવાય છે. 

9 જૂને ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો

ભારતીય ટીમનો આયરલેન્ડ, યુએસએસ, કેનેડા અને પાકિસ્તાન સાથે ગ્રુપ-એમાં સમાવેશ કરાયો છે. ભારતીય ટીમની શરૂઆતની ત્રણ મેચો ન્યૂયોર્કમાં રમાશે. પ્રથમ મેચ પાંચમી જૂને આયર્લેન્ડ સામે, બીજી મેચ નવમી જૂને પાકિસ્તાન સામે, ત્રીજી મેચ 12મી જૂને યૂએસએ સામે ટકરાશે. ભારતની છેલ્લી ગ્રૂપ મેચ 15મી જૂને કેનેડા સામે રમાશે.

ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ટીમ ઈન્ડિયાનો દબદબો

ટી-20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી ભારત અને પાકિસ્તાનની ટીમ 12 મેચ રમી ચૂકી છે. જેમાં ભારતીય ટીમે નવ મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાને 3 મેચ જીતી છે. હવે ફરી એકવાર જ્યારે ભારત-પાકિસ્તાન મેચ થશે, ત્યારે ક્રિકેટ ચાહકો પોતપોતાની ટીમ જીતવાની આશા રાખશે.

આ સમાચાર શેર કરો